Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

કચ્છના રાપર તાલુકામાં પાકમાં ૯૦ ટકા નુકશાન છતા વળતર આપવામાં સરકાર ઉદાસીનઃ કોંગ્રેસની રેલી

ભુજ તા.૨૬: કચ્છમાં ૯૭ ગામો અને ૨૨૭ વાંઢ વિસ્તાર ધરાવતા રાપર તાલુકા મા તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ ના લીધે ૯૦% ચોમાસા નો પાક નિષ્ફળ ગયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને નુકસાન ના વળતર આપવા માટે રાજય ના તાલુકા ઓ જાહેર કરવામાં આવ્યા છે તેમા કચ્છ ના રાપર તાલુકા ની બાદબાકી કરવા મા આવી છે ત્યારે રાપર તાલુકા ના ખેડૂતો મા રોષની લાગણી વ્યાપી ગઈ હતી  રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા રાપર તાલુકા મામલતદાર એચ. જી. પ્રજાપતિ ને આવેદનપત્ર ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા ના માગદશઁન હેઠળ રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બહાદુરસિંહ પરમાર રાપર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ભાવના બેન ઠાકોર. રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ મિતુલ મોરબીયા. રાપર નગરપાલિકા ના નેતા દીનેશ કારોત્રા ના માગદશઁન હેઠળ કરશન મણવર. કરમસી વૈધ. કાનાભા ગઢવી. કરશનભાઈ  ઠાકોર. કાંતિલાલ ઠક્કર. રમેશ ચાવડા. દિનેશ ચંદે. વસંત મહેશ્વરી. મોરાર ચાવડા. સહદેવસિહ જાડેજા ધારાભાઈ ભરવાડ,જયેન્દ્ ચોધરી,ખીમજી ભાઈ આરેઠીયા, રમેશ ભાઈ ચૌધરી,  વિગેરે એ આવેદનપત્ર આપ્યું હતું

 ઉપરાંત રાજય સરકાર દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મગફળી સહિત ના ખેતી ના પાક ની ખરીદી કરવામાં આવી રહી છે તેમા લાગવગ ધરાવતા ખેડૂતો ની જ ખરીદી કરવામા આવે છે તેવી રજૂઆત કરવામાં આવી હતી તો રાપર તાલુકા મા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ના આંકડા તાલુકા ના જવાબદાર અધિકારીઓ સમક્ષ તલાટીઓ અને સરપંચ દ્વારા આપવામાં આવ્યા નથી તો રાપર તાલુકામા કમોસમી વરસાદ થી ખેતીના પાકને નુકસાન થયું છે તે અંગે સર્વે કરવામાં આવે તેવી માંગણી સાથે રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે ધરણાં કરવામાં આવ્યા હતા .

આ બાબતે તાલુકા મામલતદાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ ને જાણ કરવામાં આવી હતી અને આગામી સમયમાં જો રાપર તાલુકા ના ખેડૂતો ને કમોસમી વરસાદ થી થયેલા નુકસાન અંગે વળતર નહીં આપવા મા આવે તો ઉગ્ર આંદોલન કરવામાં મા આવશે તેવી કોંગ્રેસ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

(11:38 am IST)