Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

રેન્જ આઈજીની પોલીસ ટીમે ભુજના લાખોંદ ગામે પાડેલા દરોડામાં ખનિજ ચોરીનો આંક ૨૮ કરોડ

ભુજ,તા.૨૬:કચ્છ બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ખનિજ માફિયાઓ સામે કરેલી લાલ આંખના પગલે મોટી રકમની ખનિજ ચોરી ઝડપાઇ રહી છે. બે દિવસ પહેલા ભુજના લાખોંદ ગામે આરઆર સેલ અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પાડેલા દરોડા દરમ્યાન ૩ ઓવરલોડ ભરેલા આઈવા ડમ્પર, ૧૩ આઈવા ડમ્પર અને બે હિટાચી મશીન કબ્જે કર્યા હતા. આ કિસ્સામાં જયેશ અંબિકાપ્રસાદ પંડ્યાના નામે મંજુર કરાયેલ અને હાલ ના પરવાનેદાર વસ્તાભાઇ મશરીભાઈ ઓડેદરા (માધાપર, ભુજ) દ્વારા ૭૩,૯૪૧ મેટ્રિક ટન ચાઈના કલે માટી ગેરકાયદેસર હેરફેર તેમ જ ૫૧૦૦૪૫ મેટ્રિક ટન ચાઈના કલે માટી ખાણમાંથી ગેરકાયદેસર ખોદાયેલી હોવાનું ખાણ ખનિજ વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું. જેને અનુલક્ષીને જયેશ અંબિકાપ્રસાદ પંડ્યા અને વસ્તાભાઈ મશરી ઓડેદરા વિરુદ્ઘ વિવિધ કલમો તળે ૨૮.૬૨ કરોડ રૂપિયાની ખનીજ ચોરીની ફરીયાદ દાખલ કરાઈ છે.

(11:38 am IST)