Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પોરબંદરમાં શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ હેઠળ ૨ બાળકોના વિનામૂલ્યે હ્રદયના ઓપરેશન

પોરબંદર તા.૨૬: પોરબંદરનાં વશનજીભાઇ ખેરાજભાઇ ઠકરાર પ્રા. શાળા ખાતે જિલ્લા કક્ષાનો શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમનું ઉદધાટન કરાયુ હતુ. જેમા વર્ષ ૨૦૧૭-૧૮ માં હદયમાં કાણુ હોવાની ગંભીર બિમારીનાં વિનામુલ્યે સફળતા પુર્વક ઓપરેશન કરાવીને સામાન્ય બાળકોની જેમ ઉપસ્થિત રહેલા બે બાળકો અને તેમના વાલીઓએ પોતાના અનુભવો રજુ કર્યા હતા.

સ્વસ્થ, સ્વચ્છ અને તંદુરસ્ત સમાજનાં નિર્માણ માટે બાળકોનું તંદુરસ્ત હોવુ  જરૂરી છે. બાળકોના તંદુરસ્ત જીવન માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. રાજયમાં નવજાત શીશુ થી ૧૮ વર્ષનાં શાળાએ ન જતા, ધો. ૧થી ૧૨ ના તમામ વિધાર્થીઓ તથા આંગણવાડીના ભુલકાઓનું સ્વાસ્થ્ય સારૂ રહે, કોઇને ગંભીર બિમારી હોય તો તે દુર કરવા આરોગ્ય તપાસથી ઓપરેશન સુધીની સારવાર વિનામુલ્યે મળી રહે તે માટે શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. જેમા બાળકોનાં આરોગ્યની તપાસણી નિષ્ણાંત મેડીકલ ટીમ દ્રારા કરવામાં આવે છે.

નવાપરા પ્રા. શાળામાં ધો. ૭ માં અભ્યાસ કરતા કરણ બાકલકીયાને હદયમાં કાણુ હતુ. વર્ષ ૨૦૧૮માં શાળા આરોગ્ય તપાસમાં ડો. ડીમ્પલ પડીયા, ડો. હિતેશ રંગવાની અને ડો રાહુલ કોટીયાને આ બાબતે  પ્રાથમિક તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો હતો. ડો ડીમ્પલે જણાવ્યુ કે, કરણનાં હદયમાં કાણુ હોવાથી ઓપરેશન કરાવવું જરૂરી હતુ. જેથી અમે તેમનાં પિતા નરેશભાઇનો સંપર્ક કરી તેઓને વિશ્વાસમાં લીધા અને ઓપરેશન અમદાવાદ  ડો. યુ. એન. મહેતા હાર્ટ હોસ્પીટલ ખાતે વિનામુલ્યે કરી અપાશે. આ માટે ગુજરાત સરકાર ખર્ચ ઉઠાવશે. ત્યાર બાદ કરણને અમદાવાદ લઇ જવાયો ત્યા તેમનું સફળતા પૂર્વક ઓપરેશન કરાયુ અને અત્યારે કરણ સામાન્ય વિદ્યાાર્થીઓની જેમ ભણી, રમી શકે છે. આ પ્રસંગે કરણનાં પિતા નરેશભાઇએ ડોકટર ટીમ તથા ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

(11:37 am IST)