Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ધોરાજી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ૩૭મો વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહ

ધોરાજી : ધોરાજી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ૩૭ મો વાર્ષિક તેજસ્વી તારલાઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં બ્રહ્મ પરિવારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઙ્ગયોજાયેલા સમારોહમાં સમસ્ત બ્રહ્મ સમાજ ધોરાજી ના પ્રમુખ ડો. નિશિથભાઈ વ્યાસ, ડો. બી. બી. જાની, ડો. જોશી બ્રહ્મ અગ્રણી જગદીશભાઈ ગામોટ, બકુલભાઈ દવે,સુનિલભાઈ ભટ્ટ,ઉપેનભાઇ જોશી, મનીષભાઈ ભટ્ટ, શશીકાંતભાઈ વ્યાસ,અરુણભાઈઙ્ગ જોશી,સમીરભાઈ રાવલ, બકુલભાઈ પુરોહિત,કુલીનભાઈ પંડ્યા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઙ્ગ સમારોહના પ્રારંભે કર્મકાંડી ભૂદેવો દ્વારા મંત્રગાન કરાયું હતું. અને દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું હતું.ધો.૧૦ થી ગ્રેજયુએટ અને ડીગ્રી સુધીનો અભ્યાસ કરનાર અને રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓ નું શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ નિશિથભાઈ વ્યાસ અને બ્રહ્મ અગ્રણીઓ એ પોતાના ઉદબોધનમાં જણાવેલકે બ્રહ્મ સમાજ દરેક સમાજ સાથે દૂધમાં સાકર રૂપ બની ને રહે છે.અન્ય સમાજ માટે બ્રાહ્મણ સદાય પૂજનીય રહ્યો છે.ભુદેવ અને ગોરદાદા તરીકે માનભેર ઓળખ ઉભી થઈ છે. સમાજને સાચી અને યોગ્ય દિશા તરફ દોરી જવું એ બ્રાહ્મણ નું કર્તવ્ય છે. શિક્ષાનો અભ્યાસ કરવો અને કરાવવો આપણું મૂળ કર્તવ્ય છે.તેમજ સમાજ વધુ સંગઠિત થાય અને પરસ્પર એકાત્મતા નો ભાવ જાગૃત થાય એકબીજાના સહકારથી સમાજ આર્થિક, અને સામાજિક રીતે વિકાસશીલ બની રહે તે સમાજના પ્રત્યેક વ્યકિતની ફરજ છે. બ્રહ્મ સમાજના વિકાસ સાથે સર્વે સમાજ પ્રગતિના પંથે ચાલી રાષ્ટ્રભાવના સાથે આગળ ધપે તેવો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે ભૂદેવો નો સમૂહ જમણવાર યોજાયો હતો. (તસ્વીર : કિશોરભાઇ રાઠોડ,ધોરાજી)

(11:36 am IST)