Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ધુમ આવકઃ મણનાં ૬૦૦ થી ૧૦૦૦

તસ્વીરમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીના ઢગલા નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ તા. ર૬: ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આજે ડુંગળીની ધુમ આવક થઇ છે. ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને ડુંગળીનો પાક તૈયાર થઇ ગયો છે. ત્યારે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો મોટા પ્રમાણમાં ડુંગળીના વેંચાણ માટે આવ્યા હતા. ગોંડલ યાર્ડમાં ડુંગળીના મણના ભાવ રૂ. ૬૦૦ થી રૂ. ૧૦૦૦ બોલાયા હતા.

(11:35 am IST)