Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ચોટીલામાં દેખાયેલા સિંહણ અને નર બાળ મોરબી-વાંકાનેર તરફ આગળ વધ્યા

પહેલા સિંહોનું લોકેશન ડેડુકી ગામ હતું અને હાલમાં તેમનું લોકેશન કાનવાણ વિરડી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેઓ મોરબીના રામપરા વિરડી અથવા વાંકાનેર તરફ આગળ વધી રહ્યા છે

અમદાવાદ, તા.૨૬: ચોટીલાના ડેડુકી ગામે જોવા મળેલા સિંહણ અને નર બાળનું નવું ઘર મોરબી તાલુકો બની જશે? સિંહોની મૂવમેન્ટને મોનિટર કરતા માલુમ પડ્યું છે કે તેઓ મોરબી અને વાંકાનેર તરફ આગળ વધી રહ્યા છે. સીનિયર અધિકારીએ જણાવ્યું કે આ પહેલા સિંહોનું લોકેશન ડેડુકી ગામ હતું અને હાલમાં તેમનું લોકેશન કાનવાણ વિરડી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેઓ મોરબીના રામપરા વિરડી અથવા વાંકાનેર તરફ આગળ વધી રહ્યા છે.

જુનાગઢના ઘ્ઘ્જ્ એસ.કે શ્રીવાસ્તવાએ કહ્યું, અમે સિંહોને વાંકાનેર તાલુકા તરફ આગળ વધતા લોકેટ કર્યા છે. અમે તેમને એક કે બે દિવસમાં રેડિયો કોલર કરીશું. અધિકારી મુજબ, પહેલા એવું અનુમાન હતું કે આ સિંહો રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકા તરફ આગળ વધી રહ્યા છે. સિંહાનો પગના નિશાન મળ્યા હતા તેવા વિંછીયા, જસદણ અને ચોટીલા તાલુકાના ગામોમાં વનવિભાગની ટીમ કેમ્પિંગ કરી રહી છે.

સોમવારે અધિકારીઓને ન્યૂઝ મળી કે કાનવાણ વિરડીમાં એક નીલગાયનું મારણ કરવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટે તાત્કાલિક પોતાના ટ્રેકર્સ ત્યાં મોકલ્યા અને તેમને બે પ્રાણીઓ મળી આવ્યા. મોરબીના નાયબ વન સંરક્ષક સંદીપ કુમારે કહ્યું, આ બંને પ્રાણી રામપરા વિરડી તરફ આગળ વધી રહ્યા છે અને તેઓ અહીં આવીને નવું દ્યર બનાવી શકે છે. રામપુર વિરડીમાં ચિતળ, નીકગાય, સાંભર અને જંગલી ભૂંડ જેવા પશુઓ છે.

(11:33 am IST)