Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વીરપુર પંથકમાં કપાસના પાકમાં ગુલાબી ઇયળોનો ત્રાસ : ખેડૂતોની માઠી દશા

વીરપુર(જલારામ),તા.૨૫:વીરપુર પંથકમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોના ત્રાસથી જગતના તાત ખેડૂતોની માઠી દશા થઇ છે.

ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ એક તો અતિવૃષ્ટિ જેવો વરસાદ સાથે માવઠાની અસર જેને કારણે મગફળી, કપાસ જેવા પાકોમાં પહેલેથી જ નુકશાન ખેડૂતોએ ભારે આશાએ કાળી મજૂરી કરીને કપાસનો પાક ઉગાડ્યો હતો તેના ઝીંડવામાં ગુલાબી ઈયળો થઈ જતા ચાલુ વર્ષે કપાસનો પાક સારો ઉતરવાની આશા પર પાણી ફળી વળ્યું હતું,

જગતના તાત કહેવાતા ખેડૂતોએ કાળી મજૂરી કરી દિવસ-રાતના ઉજાગરા કરી દીકરાની જેમ પોતાના ખેતરોમા કપાસના પાકનું જતન કર્યું અને તેઓના ખેતરોમાં કપાસ પણ લીલોછમ લહેરાવા લાગ્યો જેથી ખેડૂતોને સારા પાકની મોટી આશાઙ્ગ બંધાણી હતી પરંતુ કપાસમાં જેવા ઝીંડવા આવ્યા તે સાથે જ ગુલાબી ઈયળો દેખા દેતા ખેડૂતોની સારા પાકની આશા ઉપર જાણે પાણી ફરી વળ્યું અને ગુલાબી ઈયળો એક-બે ઉભારોના કપાસના નહિ પણ સમગ્ર ખેતરમાંના પાકમાં તેમજ સારાય પંથકના કપાસમાં થઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે

ખેડૂતોએ તેમજ કૃષિ તજજ્ઞએ જણાવ્યું હતું કે ગુલાબી ઈયળો કપાસના ઝીંડવાની અંદર નો ગર્ભ ખાઈ સેળવી નાખે છે માટે કપાસના પાક ઉપર ગમે તેટલી જંતુનાશક દવાઓનો છટકાવ કરીએ તક પણ ઝીંડવામાં અંદર રહેલી ગુલાબી ઈયળો મરતી અને કે કોઈ દવા તેને અસર પણ કરતી નથી જેમને કારણે કપાસના પાકના બહુ જ નુકસાન કરી પાક સેળવી નાખે છે. આમ બેતરફી મારથી હારી થાકેલા જગતના તાત ગણાતા ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક પાક વીમા સહાય જેવી સહાયનું ચુકવણું કરવું જોઇએ તેવી સમગ્ર પંથકના ખેડૂતોમાં માંગ ઉઠી છે.

(12:17 pm IST)