Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

લીંબડી નજીક હાઇવે ઉપર ટેન્કર હડફેટે બાઇક ચાલકનું મોત

વઢવાણ તા.૨૬: સુરેન્દ્રનગર જિલ્લાના લીંમડી-અમદાવાદ અને રાજકોટ હાઇવ ઉપર પસાર થતા વાહનોમાં દરરોજ અકસ્માતોની ઘટના સર્જાતી જ રહે છે ત્યારે આજે લીંમડી નેશનલ હાઇવે ઉપર ટેન્કરના ચાલકે બાઇકના ચાલકને હડફેટે લઇ અકસ્માત સર્જતા આ અકસ્માતની બનેલ ઘટનામાં અકસ્માત સ્થળ ઉપરજ ગંભીર હાલતમાં એકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.

લીંમડી સાયલા હાઇવે ઉપર આવેલા વસ્તડી ગામ પાસે ટેન્કર અને બાઇકના ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ચાલક ટેન્કરના જોટામાં ઘુસી જતાં મોત નિપજયેલ છે, ત્યારે મૃતક કોણ છે? કયાંનો છે? તે અંગેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઇ છે આ અકસ્માતની ઘટનામાં એક ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

(3:14 pm IST)