Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

મોરબી : પાણી પ્રશ્ને ચક્કાજામ બાદ ખાતરી મળી

 મોરબીના આંદરણા ચરાડવા નજીકથી પસાર થતી નર્મદા મોરબી બ્રાંચ કેનાલમાં પાણી ના હોવાથી રવિપાક માટે સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોએ આવેદન પાઠવ્યું હતું તેમજ હળવદ-ધ્રાંગધ્રામાં થતી પાણીચોરી રોકવા માટે આવેદન પાઠવ્યું હતું જોકે હજુ સુધી ખેડૂતો સુધી પાણી પહોંચ્યું નથી જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો આંદરણા ચરાડવા નજીક ૧૩ ગામના ખેડૂતો એકત્ર થઈને હાઈવે ચક્કાજામ કર્યો હતો જેથી વાહન વ્યવહાર સ્થગિત થયો હતો અને ખેડૂતો પાણીની માંગ સાથેના સુત્રોચ્ચાર કરીને વિરોધ નોધાવ્યો હતો.ખેડૂતોના આંદોલનની જાણ હળવદ પોલીસને થતા તુરંત જ ઘટના સ્થળ પર આવીને ખેડૂતને સમજાવવાના પ્રયાસ કર્યા હતા અને બાદમાં હળવદ મામલતદાર અને નર્મદા નિગમના અધિકારીએ આવીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા ખાત્રી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને ખેડૂતોએ રસ્તો ખુલ્લો કર્યો હતો.જો કેઙ્ગ હવે જોવાનું રહ્યું કે ખેડૂતોને અધિકારીઓ દ્વારા ખાત્રીની લોલીપોપ આપવમાં આવી છે કે કે ખરેખર ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે.(૨૧.૪)

(11:50 am IST)