Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ભાવનગરના રસાલા કેમ્પમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ભાવનગરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને એસઓજીએ ઝડપી પાડ્યા છે જીલ્લામાં દારૂ/જુગારની બદી નાબુદ કરવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ.મહિપાલસિંહ ગોહીલને મળેલ બાતમી આધારે રસાલા કેમ્પ, મનુભાઇ ગાંઠીયાવાળાની સામે વાલ્મીકી વાસમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપાનાના પાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા અકરમ મહેબુબભાઇ ખોખર ( ઉ.વ.૨૮ ) ( રહે. અમીપરા, રેવડી બજારનો ખાંચો ભાવનગર ), જયદેવભાઇ કનુભાઇ બરડીયા( ઉ.વ.૩૦) ( રહે.વિસાવદર જી.જુનાગઢ )અને કિશોરભાઇ જીવાભાઇ પરમાર ( ઉ.વ.૪૫) (  રહે.રસાલા કેમ્પ, વાલ્મીકી વાસ ભાવનગર )ને  ગંજીપાનાના પાના તથા રોકડ રૂપિયા રૂ|.૪૨૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. 

 આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારતથા હેડ કોન્સ. જે.બી.ગોહિલ તથા મહાવીરસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ,મહિપાલસિંહ ગોહીલ તથા રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલા તથા અબ્બાસઅલી દેવજીયાણી તથા ધર્મેન્દ્રસિંહ ગોહીલ જોડાયા હતા.

(10:27 pm IST)