Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કચ્છ: જાસૂસી કરતાં ઝડપાયેલ બીએસએફના જવાન સજ્જાદના ૧૦ દિ'ના રિમાન્ડ મંજૂર

ભુજ : કચ્છમાં તૈનાત બીએસએફની ૭૪ એ બટાલિયન માં જાસૂસી કરતાં ઝડપાયેલ બીએસએફના જવાન સજ્જાદને આજે ભુજની કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપી સજ્જાદ ના ગુજરાત  એટીએસ દ્વારા ૧૪ દિવસના રિમાન્ડની માંગણી આવી હતી. તે સંદર્ભે કોર્ટે આરોપી સજ્જાદના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કચ્છમાંથી ઝડપાયેલ બીએસએફનો આ જવાન સજ્જાદ મોહંમદ ઇમ્તિયાઝ મૂળ ગામ સરૂલા, તા. મંજાકોટ , જિલ્લો રાજૌરી કાશ્મીરનો છે.  ૨૦૧૨ માં બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલ સજ્જાદ હમણાં જ જુલાઈ ૨૦૨૧ માં તેની બટાલિયન ગાંધીધામમાં તૈનાત થતાં અહી કચ્છ સરહદે આવ્યો હતો. મૂળ કાશ્મીરી એવા આ જવાને બીએસએફ માં તેની જન્મતારીખ આધારકાર્ડ દ્વારા ૧/૧/૯૨ દર્શાવી છે. જ્યારે તેના પાસપોર્ટ માં એફિડેવિટ કરી જન્મ તારીખ ૩૦/૧/૮૫ દર્શાવી છે. દરમ્યાન તે આ પાસપોર્ટ ઉપર ૧/૧૨/૨૦૧૧ થી ૧૬/૧/૨૦૧૨ એમ ૪૬ દિવસ પાકિસ્તાન ગયો હતો. સજ્જાદ ત્રિપુરામાં ફરજ બજાવતો હતો ત્યારથી તેના ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. આ અંગે ગુજરાત એટીએસ દ્વારા સજ્જાદની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી.

(7:04 pm IST)