Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

માળીયા મિંયાણા પાસે ચરસના જથ્થાસાથે પકડાયેલ ૩ શખ્સોના રીમાન્ડ મંગાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૬ :  કચ્છ હાઇવે ઉપર કારમાં ચરસનું વેચાણ કરવા આવેલ ત્રણ શખ્સોને માળીયા મિંયાણા પોલીસે ઝડપી લીધા બાદ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ત્રણ રસ્તા પુલ ઉતરતા આરોપી દશરથ દિનેશભાઈ વ્યાસ રહે-આદિપુર ભુજ પોતાના માલિકીની એસક્રોસ કાર જીજે ૧૨ ડીએસ ૨૮૦૪ વાળીમાં પોતે તથા આરોપી વાસુદેવ ઉફે વિવાન વાલજીભાઈ બારોટ રહે-ગાંધીધામ મૂળ ભાભર બનાસકાંઠા તથા શંકર ગોવાભાઈ ગરચર અને વાસુદેવ ઉર્ફે વિવાન ગેરકાયદેસર પરમીત કે આધાર વગર માદક પ્રદાર્થ ચરસનો જથ્થો કુલ વજન ૮૮૦ ગ્રામ કીમત રૂ.૧,૩૨,૦૦૦ આરોપી યશ  ગોવિંદભાઈ ગઢવી રહે-બ્રહ્મપુરી સોસાયટી માંડવી મારફત આરોપી જીવરાજ હરધોળ ગઢવી રહે ચાગડાઈ તા.માંડવી પાસેથી મેળવી વેચાણ કરવા માટે આરોપી વાસુદેવ ઉર્ફે વિવાન, દશરથ અને શંકર એ ચરસનો જથ્થો તથા વજન કાંટો કીમત રૂ.૨૦૦ તથા પ્લાસ્ટિકની નાની કોથળીઓ નંગ-૨૯ તથા એક કાળા કલરની રેકઝીન બેગ માં રાખી તથા આરોપી વાસુદેવ ઉર્ફે વિવાન પાસેથી વેચાણના રોકડ રૂપિયા ૫૦૦૦ તથા ત્રણેય આરોપીઓ પાસેથી ઓપો કંપનીના મોબાઈલ નંગ-૪ કીમત રૂ.૧૦,૦૦૦ તથા હેરાફેરીમાં ઉપયોગ કરેલ કાર કીમત રૂ.૮,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૯,૪૭,૨૦૦ ના મુદામાલ સાથે આરોપી વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઈ બારોટ, દશરથ દિનેશભાઈ વ્યાસ અને શંકર ગોવાભાઈ ગરચર મળી આવતા તેને અટક કરી આરોપી યશ ગોવિંદભાઈ ગઢવી અને જીવરાજ હરધોળ ગઢવી હાજર નહિ મળી આવતા માળિયા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન ચરસના જથ્થા સાથે પકડાયેલ ઉકત ત્રણેય શખ્સોને આજે રીમાન્ડ અર્થ કોર્ટમાં રજૂ કરાનારા છે.

(12:42 pm IST)