Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જુનાગઢમાં મહિલાઓના પર્સ ચોરી લેનાર દેરડી કુંભાજીની દેવી પૂજક મહિલા ઝડપાઇ

જુનાગઢ તા. ર૬ :.. પંચહાટડી ચોક પાસે તહેવારના સમયે ખરીદી કરતી મહિલાઓના પર્સ ચોરી તેમાંથી રોકડ રૂ. ૬પ૭૦ તથા ડોકયુમેન્ટની ચોરીના અનડીટેકટ ગુન્હાને ગણતરીના કલાકોમાં જુનાગઢ એ ડીવીઝન પોલીસે ડીટેકટ કરેલ છે.

મ્હે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ચોરી, લૂંટ, ઘરફોડ વગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ. જેથી નાયબ પોલીસ અધિક્ષક પી. જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડીવી. પો. સ્ટે.ના વિસ્તારમાં લૂંટ, ચોરી, ચીલઝડપ અને બાઇક ચોરો ઉપર વોચ રાખી કડક હાથે કામ લેવા એ. ડીવી. પો. સ્ટે.ના પો. ઇન્સ. એમ. એમ. વાઢેર, તથા પો. સબ. ઇન્સ. એ. કે. પરમાર તથા એ. એસ. આઇ. એમ. ડી. માડમ તથા પો. હેડ કોન્સ. પંકજભાઇ લાલજીભાઇ તથા પો. કોન્સ. પ્રવિણભાઇ રાણીંગભાઇ, કલ્પેશભાઇ ગેલાભાઇ, દીનેશભાઇ રામભાઇ, સંજયભાઇ સવદાસભાઇ વિગેરે પો. સ્ટાફના માણસોને સુચના મળેલ કે, તા. ર૪-૧૦-ર૧ ના રોજ એ. ડીવી. પો. સ્ટે. નં. ૧૧ર૦૩૦ર૩ર૧રર૧ર આઇ. પી. સી. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમાં આ કામના ફરીયાદી પંચહાટી ચોક પાસે માંગનાથ રોડ પર ખરીદી કરતા હોઇ તેની થેલીમાં રહેલ પાકીટ જેમાં રોકડા રૂ. ૩પ૭૦ તથા ઘરની ચાવી તથા સાહેદ મહીલાનું પર્શ જેમાં રોકડ રૂ. ૩૦૦૦ તથા ડોકયુમેન્ટ કોઇ ચોરી કરી લઇ ગયેલ.

આ ચોરી કરનાર મહીલા ઇસમને જુનાગઢ પંચહાટડી ચોક માંગનાથ તરફ જતા રસ્તે સદરુ સ્ત્રી આરોપીને પકડી પાડેલ જેની પુછપરછ કરતા આરોપીએ આ ચોરી કરેલાની કબુલાત આપતા તુરત જ વિજુબેન દિનેશભાઇ સામતભાઇ સોલંકી દેવીપૂજક (ઉ.વ.૩પ) ધંધો મજૂરી તથા ઘરકામ રહે. વિંજીવડ ગામ વિજબાઇ માતાના મંદિર પાસે કુંભાજીને દેરડી તા. ગોંડલ પાસેથી રોકડ રૂપિયા ૬૭પ૦ કબ્જે કરેલ છે.

એ ડીવી. પો. સ્ટે.ના  પો. ઇન્સ. એમ. એમ. વાઢેર તથા પો. સ. ઇ. એ. કે. પરમાર તથા પો. સ. ઇ. પી. એચ. મશરૂ તથા એ. એસ. આઇ. એમ. ડી. માડમ તથા પો. હેડ કોન્સ. પંકજભાઇ લાલજીભાઇ તથા પો. કોન્સ. પ્રવિણભાઇ રાણીંગભાઇ તથા પો. કોન્સ. કલ્પેશભાઇ ગેલાભાઇ તથા પો. કોન્સ. દીનેશભાઇ રામભાઇ તથા પો. કોન્સ. સંજયભાઇ સવદાસભાઇ તથા પો. કોન્સ. જીવાભાઇ ગાંગણા તથા પો. કોન્સ. અશોકભાઇ નાજાભાઇ તથા પો. કોન્સ. હરસુખભાઇ ભીખુભાઇ તથા પો. કોન્સ. ઉદયરાજ વલકુભાઇ વિગેરે સ્ટાફ દ્વારા ગણતરીની કલાકોમાં આ ચોરીના અન-ડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી કામગીરી કરેલ છે.

(12:42 pm IST)