Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

મોરબીના ગામોમાં ખેતીવાડી માટે નિયમિત વીજપુરવઠો આપવા શનાળા ખાતેની પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો પહોંચ્યા

મોરબી : ખેતીવાડી માટે સરકાર દ્વારા વીજળી આપવાની જાહેરાતો વચ્ચે મોરબી તાલુકાના અનેક ગામોમાં વીજ પુરવઠો નિયમિત મળતો ના હોવાની ફરિયાદો જોવા મળી રહી છે અને નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ સાથે ખેડૂતોએ શનાળા ખાતેની પીજીવીસીએલ કચેરીએ મોરચો માંડ્યો હતો તેમજ મોરબી તાલુકા સરપંચ એસોના નેજા હેઠળ આવેદન પાઠવવામાં આવ્યું હતું. મોરબી તાલુકાના ખેવારીયા, માનસર, નારણકા, ગોર ખીજડીયા, દેરાલા સહિતના ગામોના ખેડૂતો આજે શકત શનાળા ખાતેની પીજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા જયાં નિયમિત પુરવઠો આપવા માંગ કરવામાં આવી હતી તેમજ મોરબી તાલુકા સરપંચ એસોના પ્રમુખ પ્રફુલભાઈ હોથીની આગેવાનીમાં પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે માનસર પાવર હાઉસમાંથી થતી ખેતીવાડી વિભાગમાં પુરવઠો પૂરો આપવામાં આવતો નથી અવારનવાર વીજ પુરવઠો કાપી નાખવામાં અવેચે જેથી ખેડૂતોને પાણીની મોટર પણ બળી જાય છે જેથી તાત્કાલિક યોગ્ય પગલા ભરવા અને ખેતીવાડી માટે નિયમિત વીજ પુરવઠો આપવા માંગ કરવામાં આવી છે.

(12:17 pm IST)