Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

વિરજીભાઈ ઠુમ્મરની નાડ તપાસી : ગુજરાતમાં જવાબદારી સોંપવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ

 (ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨૬ :  લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે ઓલ ઇન્ડિયા કોંંગ્રેસ કમિટીના નેતા રાહુલ ગાંધી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી તે મુલાકાત માં ભારે ચર્ચા ઓ થયેલ હતી

તાજેતર માં ગુજરાત પ્રદેશ કોંંગ્રેસ સમિતિ ના દિગગજ નેતાઓ ને ઓલ ઇન્ડિયા કોંંગ્રેસ કમિટી ના નેતા રાહુલ ગાંધીજી એ દિલ્હી ખાતે બોલાવેલ હતા જેમાં ગુજરાત પ્રદેશ કોંંગ્રેસ સમિતિ ના પ્રમુખ અને વિરોધ પક્ષ ના નેતા એ આપેલા રાજીનામા થી નવા પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષ નેતા ની તાત્કાલિક નિમણુક કરવા બાબતે ચર્ચા કરવા માં આવેલ હતી

તે પ્રસંગે લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર ની રાહુલ ગાંધી જી એ નાડ પકડતાં હાજર અગ્રણીઓમાં અનેક તર્ક વિ તર્ક  થઈ રહ્યા હતા  તેમાં વિરજીભાઈ ઠુમ્મર સાથે ની મુલાકાત તો એક યાદગાર બની હતી

પરંતુ કોંંગ્રેસી વર્તુળો માંથી મળતી માહિતી કે વિરજીભાઈ ઠુમ્મર નું ટેલેન્ટ વ્યકિત્વ જોઈ તપાસી ગુજરાત વિરોધ પક્ષ ના નેતા પદ ની જવાબદારી સોંપવા માં આવે તેવી શકયતા ઓ સેવાઇ રહી છે  શ્રી ઠુમ્મર ની આવડત અને તેજાબી વકતા હોવા ની વાત થી રાહુલગાધીજી ખૂબ જ વાકેફ હોવા નું જાણવા મળેલ હતું

આગામી દિવસો માં નવી નિમણુક માં વિરજીભાઈ ઠુમ્મર ને ગુજરાત વિરોધ પક્ષ ના નેતા પદ ની જવાબદારી આપવા માં આવે તેવું વિશ્વાસ પાત્ર વર્તુળો એ જણાવેલ હતું.

(12:16 pm IST)