Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

છ દિવસ બાદ પણ ચંદન ચોર વન વિભાગની પકકડથી દૂર

ભવનાથમાં થયેલ ચંદનની ચોરીની તપાસ ઠેરની ઠેર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬: ભવનાથમાંથી રૂ. બે લાખનાં ચંદનનાં વૃક્ષોની થયેલ ચોરીની તપાસ હજુ ઠેર ઠેરની રહેલ છે.

ભવનાથમાં ગિરનાર જંગલને અડીને આવેલ લાલઢોરી વિસ્તારમાં કૃષિ યુનિ.ની રેવન્યુ જમીનમાંથી ચંદનનાં વૃક્ષોનું કટીંગ કરી રૂ. બે લાખની કિંમતનાં ચંદનનાં લાકડાની ચોરી થયાનું ર૦ ઓકટોબરની રાત્રીનાં પ્રકાશમાં આવ્યું હતું.

ચોરીની આ ઘટનાને આજે છઠ્ઠો દિવસ છે પરંતુ વન વિભાગ હજુ ચંદન ચોર સુધી પહોંચી શકયું નથી એટલું જ નહિં કોઇ મહત્વની કડી પણ મળી ન હોવાનું જાણવા મળેલ છે.

ચંદનનાં વૃક્ષોનું છેદન અને તેનાં લાકડાની ચોરીનો ભેદ ઉકેલાશે કે પછી પ્રકરણ અભેરાઇએ ચડી જશે તેવો સવાલ ઉઠયો છે.

(12:16 pm IST)