Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ગોંડલના તબીબ ઉપર હુમલો કરી કલીનકમાં તોડફોડ કરનાર પાંચ શખ્સોની ધરપકડ

 

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૬: ગોંડલ શહેરના ગુંદાળા ચોકડી સંજીવની કિલનિક નામે હોસ્પિટલ ધરાવતા ડોકટર સમીર દુધાત્રા ઉપર થયેલા હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા હોય સિટી પોલીસે ગણતરીની કલાકોમાં જ પાંચેય આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગેની માહિતી આપતાં નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ગોંડલના તબીબ સમીર દુધાત્રા ઉપર હુમલાની દ્યટનાની ફરિયાદ બાદ તુરંત જ સીટી પોલીસ ના પી.આઈ સંગાડા સહિતનો સ્ટાફ હરકતમાં આવી ગયો હતો અને તબીબ પર હુમલો કરનાર વિવેક પ્રવીણભાઈ ઢોલરીયા તેના પિતા પ્રવિણભાઈ, રોનક નારણભાઈ ઢોલરીયા, ભાર્ગવ ભરતભાઈ ઢોલરીયા તેમજ નિકુંજ ગિરધરભાઈ ઢોલરીયા રહે તમામ પટેલવાડી ભગવત પરા વાળાઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:41 am IST)