Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓના ફ્રી શીપ કાર્ડ ખાનગી યુનિવર્સિટી દ્વારા ન ચલાવી એફ.આર.સી. મુજબ ફ્રી લેતા હોવા અંગે રજુઆત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૬ :રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના. વિદ્યાર્થીઓ માટે ઉંચ્ચ અભ્યાસ કરવા માટે ફ્રી શીપ કાર્ડ યોજના અમલમાં છે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કોર્ષ માં એડમિશન માટે કોઈપણ જાતની ફ્રી ભરવાની રહેતી નથી ફ્રી શીપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીની ફ્રી સરકારશ્રી દ્વારા શિષ્યવૃિત્ મળે જે તે કોલેજ યુનિવર્સિટી ને આપવામાં આવે છે પરંતુ જરૂરી સંકલનના અભાવને કારણે વિદ્યાર્થીઓ ઉંચ્ચ અભ્યાસ કરી શકતાં નથી.
ગોડલ ના સામાજિક કાર્યકર નીતિનભાઈ સાંડપા એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અનુસૂચિત જાતિ અને કલ્યાણ ગુજરાત સરકાર માં લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ખાનગી યુનિવર્સિટી પોતાની મનધડત ફ્રી વિદ્યાર્થીઓ પાસે લેતા હોય છે એફ્.આર.સી. ફ્રી રેગ્યુલેશન કમીટી માં કોઈપણ કોર્ષની ફ્રી એપ્રુવ કરવાતી નથી આવા કિસ્સામાં અનુસૂચિત જાતિના આર્થીક અને શૈક્ષણિક નબળા કેટેગરીના વિદ્યાર્થીઓના વાલીઓને મસમોટી ફ્રી પોસાય તેમ ન હોય જેથી સરકારશ્રીની ફ્રી શીપ કાર્ડ ની યોજના છતાં ઉંચ્ચ અભ્યાસ થી વંચિત રહે છે અથવા તો અધ્ધ વચ્ચે થી અભ્યાસ છોડવો પડે છે જેથી ઉંપરોકત યોજના ખાનગી યુનિવર્સિટી દ્વારા ફ્રી શીપ કાર્ડ તાત્કાલિક અસરથી ચલાવવામાં આવે અને સરકારશ્રીની યોજના નો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ લાભ લઈ શકે ખાનગી યુનિવર્સિટી દ્વારા એફ્.આર.સી. મુજબ ફ્રી લેવાની હોય તે વિષય શિક્ષણ વિભાગ નો હોય અને ફ્રી શીપ કાર્ડ ચલાવતા ન હોય તે સામાજિક ન્યાય અને અધિકારી ના વિભાગ નો હોય બન્ને વિભાગ વચ્ચે જરૂરીસંકલન કરી સમસ્યા નુ તાત્કાલિક નિવારણ લાવી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉંચ્ચ અભ્યાસ કરી સુવર્ણ કારકિર્દી બનાવી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.

 

(10:46 am IST)