Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

સત્સંગથી પરમાત્મા સુધી પહોંચી શકાયઃ પૂ.શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં આયોજીત શ્રીરામકથા કાલે વિરામ લેશે

વાંકાનેર, તા.૨૬: બોટાદ જિલ્લાનાં જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતિક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે દાદાનાં પાટોત્સવ નિમિતે તા.૨૧મી થી તા.૨૭મી સુધી 'શ્રી રામકથા'નું સુંદર આયોજન દાદાના દરબારમા કરવામાં આવેલ હતું જે કથામાં વ્યાસપીઠ ઉપર સુપ્રસિદ્ઘ વકતાઃ પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપરકાશદાસજી સ્વામીજી (અથાળાવાળા) એ પોતાની મધુર વાણી સાથે રામાયણની ચોપાઈઓ, પ્રાચીન કીર્તન, અને રામકથાનુ વિસ્તાર સાથે અનેરા સંગીતની શેલી સાથે કથાનું રસપાન કરાવી ભાવિકોને કૃતાર્થ કરેલ છે જે રામ કથામાં કહેલ કે 'મનુષ્ય અવતાર મળ્યો છે ને ઈ ભાગ્ય ની વાત છે  રામાયણમા ચોપાઈ આવે છે 'બડે ભાગ માનુસ તનુ પાવા, શુભ દુર્લભ મિટઈ ન પાવા  આ જન્મ વારંવાર નથી મળતો બાપ માટે સંસાર સાગર સરસ રીતે જીવી જાણીયે અને બની શકે તો કોઈક નાં દુઃખમાં ભાગ લઈ, સતસંગની ઓળખાણ એનો છેડો પકડી રાખશું તો આ જીવન સારૂ થઈ જશે આપણી દ્રષ્ટિ સારી હોય તો બધું સારૂ દેખાય દરેકનાં અંદરમા પરમાત્મા બેઠા છે કથા શ્રવણ કરવાથી જીવનમાં આનંદ મળે છે જીવનમાં જયારે જયારે વિષાદ આવે છે, દુઃખ આવે ત્યારે હારી ન જવુ જેટલું બને એટલી પરમાત્મા પાસે શકિત માગવી અને પરમાત્માનું ભજન કરવું, 'મિત્ર એવા હોવા જોઈએ કે સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ રહે જે મિત્રતા કહેવાય, રામાયણની ચોપાઈ 'સરલ સુભાઉ ન મન કુટીલાઈ, જથા લાભ સંતોષ સદાઈ જેનો અર્થ છે સરલ સ્વભાવ રાખવો, મન કુટિલ રાખવું અને ભગવાન જે આપે એનો રોજ સંતોષ માનવો જથા લાભ સંતોષ સદાઈ, પરિક્ષમ જરૂર કરવો પરંતુ પછી જે મળે એમાં સંતોષ રાખવો, 'બિનુ સતસંગ બિબેક ન હોઈ, રામ કૃપા બિનુ સુર્લભ ન હોઈ જે રામાયણની ચોપાઈમાં કહે છે કે જયારે ભગવાન શ્રી રામજીની કૃપા આપના ઉપર ઉતરે ત્યારે આવા સતસંગ મળે છે સત્સંગ થી પરમાત્મા સુધી પહોંચી શકાય છે તમારા બાળકોને સંસાર આપજો બાપ, અહીંયા દાદાનાં દરબારમાં આપ સહુ કથા શ્રવણ કરી રહયા છો જે તમને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાએ બોલાવ્યા છે આજે તા.૨૬ /૧૦/૨૧ને સોમવારની રામ કથામાં સવારે 'કિષકીધાકાડ અને સાંજની કથામાં સહુ હનુમાનજીનાં 'સુંદરકાંડ' નાં પ્રસંગનુ વર્ણન ચોપાઈ સાથે થશે રામકથામાં સરસ મજાના ભજનો પણ ગવાય રહયા છે જે રામ કથાની પુર્ણાહુતી આવતીકાલે મંગળવારનાં બપોરે બાર કલાકે થશે આ કથા પહેલા અને પછી રામ કથાની સંચાલન શ્રી જગત સ્વામી કરી રહયા છે ગઈકાલે સાંજની કથામાં પૂજય સ્વામી શ્રી દર્શનપ્રિયદાસજી સ્વામીએ કથાનું રસપાન કરાવેલ હતું તેમજ આ રામકથા 'વાપી શ્રી સાંઈ મહિલા સતસંગ મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું દાદાનાં પાટોત્સવ નિમિતે દાદાનાં દરબારમા રૂબરૂ 'સાળંગપુર હનુમાનજી યુ ટ્યુબ'  ઉપર હજારો ભાવિકો ઘર બેઠા કથા શ્રવણનો લાભ લીધેલ છે જે યાદી પરમ પૂજય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર દાસજી સ્વામી, તેમજ પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામીની યાદીમા જણાવાયું છે.

(10:40 am IST)