Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કાજલી યાર્ડમાં જણસોની જોરદાર આવક

 પ્રભાસ પાટણઃ વેરાવળ તાલુકાના કાજલી મુકામે આવેલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી સહિતના પાકની જોરદાર આવક થઈ રહેલ છે સોમનાથ અને આજુબાજુના વિસ્તારમાં મગફળીનુ વાવેતર મોટા પ્રમાણમાં થાય છે અને વરસાદ વિરામ લેતા મગફળી સહિતના પાકને કાઢવાની કામગીરી પૂરજોશમાં શરૂ થયેલ છે અને કાજલી માર્કેટીંગ યાર્ડમાં સારાં ભાવોને કારણે મગફળીથીં યાર્ડ છલકાયે છે.કાજલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પરમારની સતત હાજરી ને કારણે ખેડૂતોને કોઈ જાતની મુશ્કેલી પડતી નથી અને સારા ભાવો મળી રહેલ છે તેમજ યાર્ડમાં સારી સુવિધાને કારણે ખેડૂતો ના માલ સામાનનો બગાડ થતાં નથી યાર્ડના સમગ્ર ભાગમાં આર.સી.સી. કરવામાં આવેલ છે. માલ રાખવા માટે મોટા સેડ બનાવેલ હોવાથી વેપારીઓ પણ ખરીદેલા માલ નો વ્યવસ્થિત સ્ટોક કરી શકે છે તેમજ હાઈવે રોડ ઉપર આવેલ હોવાથી ખેડૂતોને ટ્રાફીકની સમસ્યા પડતી નથી અને યાર્ડ માં વિશાળ જગ્યા ને કારણે વાહનો પણ વ્યવસ્થિત પાર્કિંગ કરી શકાય છે. યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને કોઈ જાતની મુશ્કેલીનાં પડે તે માટે સેક્રેટરી કનકસિંહ પરમારનાં માર્ગદર્શન હેઠળ યાર્ડનો તમામ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

(10:38 am IST)