Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રોપ-વેમાં ૧૪ નવેમ્બર સુધી રૂ.૧૦૦ અને રૂ.પ૦ ની રાહત

ભાડુ ઉંચાઇ મુજબ વસુલાશેઃ તમાકુ લઇ જવા ઉપર પ્રતિબંધ

જુનાગઢ તા. ર૬ : ગિરનાર રોપ-વેનો શનીવારથી પ્રારંભ થયો છે. ત્યારે રોપ-વેની ટિકીટના દર મુદ્દે કચવાટ વચ્ચે તા.રપ ઓકટોબરથી ૧૪ નવેમ્બર સુધી ર૧ દિવસ માટે ટિકીટના દરમાં રાહત આપવામાં આવી છે.

 

જેમાં મોટા વ્યકિતઓની ટિકીટ રૂ.૭૦૦ ના બદલે રૂ.૬૦૦ અને બાળકોના રૂ.૩પ૦ ના બદલે રૂ.૩૦૦ નો ભાવ નકકી કરાયું છે.

 

ભાડુ ઉંમરના બદલે બદલે ઉંચાઇ મુજબ નકકી કરવામાં આવશે જે મુજબ ૧૧૦ સે.મી.થી વધુ  ઉંચાઇવાળાની ટીકીટ રૂ. ૭૦૦ અને ૧૧૦ સે.મી.થી ઓછી ઉંચાઇ વાળા લોકો પાસેથી રૂ. ૩પ૦ ટીકીટ લેવામાં આવશે.

રોપ-વેમાં સફર દરમિયાન બીડી., સિગારેટ, તમાકુ, ગુટકા લઇ જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. અને આ વસ્તુઓ સાથે પકડાનાર પાસેથી રૂ.પ૦૦નો દંડ વસુલાશે.

(2:35 pm IST)