Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

જામનગરમાં દરેડમાં પરપ્રાંતિય મજૂરોને એકબીજાની મશ્કરી ભારે પડી : હથોડી અને છરી વડે સાથીઓ પર ગંભીર હુમલો કર્યાની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: અહીં દરેડ જી.આઈ.ડી.સી. પ્લોટ નં. ૩૩ર૬ માં રહેતા આશીષ છોટેલાલ જાટવ ઉ.વ. ર૬ એ પંચ બી પોલીસ  મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. રપ ના રોજ ફરીયાદી તથા સાહેદો પોતાના રૂમમાં એકબીજાની અંદરો અંદર મશ્કરી કરી દેકારો કરતા હોય જેથી આ કામેના આરોપીઓ સુદામા આશારામ કુશ્વાહાને સુવાનું છે દેકારો નહીં કરવાનું કહેતા ફરીયાદી તથા સાહેદોએ આરોપીની મશ્કરી કરતા આરોપી એકદમ ગુસ્સે થઈ હું તમોને જોઈ લઈશ તેમ કહી સુઈ ગયેલ અને રાત્રીના ફરીયાદી તથા સાહેદો પોતાના રૂમમાં સુતા હોય ત્યારે આરોપીએ પોતાની સાથે થયેલ મશ્કરીનું મનદુઃખ ખાર રાખી હાથમાં હથોડી તથા છરી હથીયાર ધારણ કરી ફરીયાદી અને સાહેદોને મારી નાખવા માટે તેઓના રૂમમાં જઈ સાહેદ શીશુપાલ ઉ.વ. ર૦ વાળાને ગળાના ભાગે છરી વડે ગંભીર ઈજા કરી સાહેદ વીકી પરશુરામ ઉ.વ. રપ વાળાને કપાળના ભાગે તથા ગાલ ઉપર હથોડી મારી તથા ગળાના ભાગે છરી વડે ગંભીર ઈજા કરતા ફરીયાદી છોડાવવા વચ્ચે પડતા તેને કાન ઉપર હથોડી મારી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

લાલપુરમાં જુગટુ રમતી  સાત મહિલા ઝડપાઈ

લાલપુર પોલીસ મથકના જયાબેન ગોજીયાએ તા. રપ ના રોજ મામલતદાર કચેરી સામે આવેલ ગાયત્રી સોસાયટી બ્લોક નં. ૪પમાં જાહેરમાં જુગાર રમી રહેલ જયોત્સનાબેન મોહનભાઈ પટેલ, માલીબેન રાજશીભાઈ આહીર, જમીલાબેન ઈસાકભાઈ સંધી, હંસાબેન વસંતભાઈ ગોસાઈ, મનીષાબેન ધર્મેશભાઈ પટેલ, શિલ્પાબેન ભાવેશભાઈ પટેલ,  પ્રવિણાબેન ત્રિભુવનભાઈ લુહાણાને રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૧૩૭ર૦ સાથે ઝડપી પાડયા હતા.

ગુરૂદ્વારા ચોકડી પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

જામનગર મહાનગરપાલિકામાં એસ્ટેટ શાખામાં ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ભાવસિંહ ચાવડાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. રપ ના રોજ ગુરૂદ્વારા ચોકડી પાસે કુબેર એવેન્યુ સામેથી એક અજાણ્યા પુરૂષ ઉ.વ. પ૦ વાળો કોઈપણ કારણોસરથી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે.

(12:53 pm IST)