Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રીબડા પાસે બાઇકને ફોરવ્હીલરે ટક્કર મારતાં શાપરના ત્રણ ઘવાયાઃ એક ગંભીર

મુળ બિહારના મજૂરો મજૂરીએ જતા'તાઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬: રીબડા નજીક ત્રણ સવારીવાળા બાઇકને ફોરવ્હીલરના ચાલકે ઠોકરે ચડાવતાં મુળ બિહારના હાલ શાપર રહેતાં ત્રણ મજૂરોને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

શાપર શાંતિધામ બોમ્બે કાસ્ટીંગ પાસે રહેતાં મુળ બિહારના શંકર તેતરભાઇ મંડલ (ઉ.વ.૫૦), બિરબલ નકુલભાઇ મંડલ (ઉ.વ.૧૮) અને દિવ્યાંકર પ્રમોદભાઇ મંડલ (ઉ.વ.૧૭) શંકર પાછળ બાઇકમાં બેસી રીબડા કામ કરવા જતાં હતાં ત્યારે રીબડા નજીક અજાણી ફોરવ્હીલરની ટક્કર બાઇકને લાગી જતાં ત્રણેય ફંગોળાઇ જતાં એકને ગંભીર ઇજા પહોંચી હતી. ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

(11:58 am IST)