Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ભાવનગર જિલ્લામાં કોરોનાના ૭૩ દર્દીઓ સારવાર હેઠળ : નવા ૧૮ કેસ

ભાવનગર,તા.૨૬ : ભાવનગર જિલ્લામા વધુ ૧૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૭૦૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૬ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા મહુવા ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે  ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૬ અને તાલુકાઓના ૪ એમ કુલ ૨૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૭૦૧ કેસ પૈકી હાલ ૭૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૫૫૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:40 am IST)