Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કચ્છના રાપરમાં પિતાના હત્યારા ઉપર ત્રણ પુત્રોએ જીપ ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કરતાં ચક્ચાર

 (ભુજ) રાપરના ધાણીથર ગામે ૩૫ વર્ષીય નરેન્દ્ર ગણેશ દાસાણી નામના યુવાન પર જીપ ચડાવી તેને કચડી હત્યા કરવાના પ્રયાસે ચક્ચાર સર્જી છે. તાજેતરમાં જ જેલમાંથી છુટેલા નરેન્દ્ર ઉપર સવાભાઇ પરમાર નામના પ્રૌઢની હત્યાનો આરોપ હતો. આ હત્યાના આરોપમાંથી જામીન પર છુટેલો નરેન્દ્ર ડમ્પર ચલાવવાની નોકરી કરે છે. ત્યાંથી તે પોતાની બાઈક ઉપર પરત ફરી રહ્યો હતો ત્યારે જીપમાં આવતા લખમણ, લાભુ અને ભરત સવાભાઇ પરમાર નામના ત્રણ ભાઇઓએ તેના ઉપર જીપ ચલાવી હતી. દરમ્યાન નરેન્દ્રની બાઈકનો ક્ડુસલો થઈ ગયો હતો. જ્યારે તે બચવામા સફળ રહ્યો હતો. જોકે, તેને ફેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. આ અંગે આડેસર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:50 am IST)