Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

શાપર વેરાવળના પડવલામાં વૃક્ષારોપણ

શાપર-વેરાવળઃ પર્યાવરણ જાળવણી કરતાં પેલીકન ઓટો મોબાઈલ સ્પેર્સ પડવલા ખાતે કંપનીના ડાયરેકટર કમલેશભાઈ લોરીયા તથા શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ના ચેરમેન રમેશભાઈ ટીલારા ઉપપ્રમુખ અમુતભાઈ ગઢીયાઙ્ગ તથા પડવલા ગામના સરપંચ મજબૂતસહીઙ્ગ જાડેજા તથા શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ના હોદેદારો દ્વારા વૃક્ષોઙ્ગ રોપાણ કાર્યક્રમ યોજવામાં આવેલ અને ૧૦૦૦ઙ્ગ ઙ્ગવધુ વૃક્ષો રોપવામાં આવેલ હતા તેની માવજત કરવામાં આવતી હોય તેની મુલાકાત લેતા શાપર વેરાવળ ના એસોસિએશનના ચેરમેન તેમજ સભ્યશ્રીઓ અને આ વર્ષે પણ વૃક્ષો રોપવા નું આયોજન કરવામાં આવેલ અને સમયસર પર્યાવરણની જાગૃતિ માટે આવા કાર્યક્રમ થાય તે માટે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયન સંપૂર્ણ સહકાર આપશે એવી તેવી સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલારાએ ખાત્રી આપેલ છે.(તસ્વીર-અહેવાલઃ કમલેશ આશરા. શાપર વેરાવળ)

(11:25 am IST)