Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

વિસાવદરમાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ : આંબાજળ ડેમ ઓવરફલો : બે દરવાજા ખોલાયા : કુલ વરસાદ 99 ઈંચ..!!

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર:વિસાવદર શહેરમા બપોરે 2થી 4 દરમિયાન માત્ર 2 કલાકમાં જ ધોધમાર 2 ઈંચ વરસાદ ખાબકયો છે.મોસમનો કુલ વરસાદ રેકોર્ડબ્રેક 99 ઈંચ નોંધાઈ ચૂકયો છે. દરમિયાન પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદર તાલુકાના જાંબુડી ગામ પાસે આંબાજળ નદી પર આવેલ આબાજળ ડેમમા ઉપરવાસમાથી પાણીની આવક વધતા આ અગાઉ જે 1 દરવાજા 0.15 મીટર ખુલ્લા હતા તેમા 15 કલાકે વધારો કરી 2 દરવાજા 0.30 મીટર ખીલેલ છે. ડેમમા હાલનુ પાણીનુ લેવલ 182.31મીટર, પાણીની ઉડાઈ 10.51 મીટર તથા પાણીનો જીવંત જથ્થો 9.603 તથા કુલ જથ્થો 10.551 મી.ઘન મીટર તેમજ પાણીની આવક અને જાવક 1471.0 ક્યુસેકસ છે. હાલ પણ સમગ્ર વિસાવદર શહેર અને ગ્રામ્ય પંથકમા વરસાદી માહોલ છે.

(6:15 pm IST)