Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

ભુપેન્દ્રભાઈ પટેલ તા.૨૮મીએ જૂનાગઢના પ્રવાસે: પ્રવાસન નિગમ દ્વારા રૂ. 74 કરોડના ખર્ચે ઉપરકોટનું રિસ્ટોરેશન પૂર્ણ થતા મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કદઝઝૅ

અધિક કલેક્ટર પી.જી. પટેલના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રીના કાર્યક્રમના આયોજન સંદર્ભે બેઠક યોજાઇ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬

મુખ્યમંત્રી ૧ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ જૂનાગઢના પ્રવાસે આવશે. મુખ્યમંત્રીશ્રી ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ દ્વારા અંદાજે રૂ. 74 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઉપરકોટનું રિસ્ટોરેશન અને પ્રવાસન લક્ષી વિકાસ કાર્ય પૂર્ણ થતા ઉપરકોટ ને નવા રંગરૂપ સાથે લોકાર્પિત કરશે.

તા. ૨૮ સપ્ટેમ્બર- ૨૩ના રોજ સંભવત  સવારે ૧૦ કલાકેથી બપોરના ૪ વાગ્યા સુધી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. જેમાં સંભવત: ઉપર કોટની મુલાકાત, ટાઉનહોલ ખાતે લોકાર્પણ સમારોહ, બગડુ ખાતે સહકારી બેંકનો કાર્યક્રમ, સંગઠન કાર્યક્રમ, તેમજ ગિરનાર પર અંબાજી માતાના દર્શન સહિતના કાર્યક્રમો નું આયોજન થઈ રહ્યું છે.

 કલેકટર  અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર પી જી પટેલ ના અધ્યક્ષ સ્થાને આજે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમના આયોજન સંદર્ભે વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તેમજ પ્રોટોકોલ સંબંધી કામગીરી, પાર્કિંગ અને ટ્રાફિક નિયમન આરોગ્ય સહિત સહિતની વિવિધ વ્યવસ્થાઓ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

ટાઉનહોલ ખાતે ઉપરકોટ લોકાર્પણ સમારોહમાં મહાનગરપાલિકા- જિલ્લા પંચાયત સહિતઅન્ય વિભાગોના પ્રકલ્પોનું પણ ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાશે. અહીં સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, નાયબ કલેકટર રીના ચૌધરી, જિલ્લા આયોજન અધિકારી આર.એમ. ગંભીર, મહાનગરપાલિકાના શ્રી ચુડાસમા , કલ્પેશ ટોલીયા, ડો. પાલા, ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક નરેશ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:18 pm IST)