Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

ધુપ-છાંવ યથાવતઃ કાલાવડ પંથકમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ

તસ્‍વીરમાં કાલાવડના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પડેલ, વરસાદ નજરે પડે છે.(તસ્‍વીર : હર્ષલ ખંધેડીયા-નવાગામ)

રાજકોટ તા. ર૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્‍-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ સાથે ધુપ-છાંવ યથાવત છે. આવા માહોલ વચ્‍ચે કાલાવડ પંથકમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં દોઢ ઇંચ તથા મોટા પાંચદેવડામાં પોણો ઇંચ વરસાદ પડયો છે. આજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ.પ, મહત્તમ તાપમાન ૩૩.પ, ભેજનું પ્રમાણ ૮૭% પવનની ગતી પ.૭ કિ.મી.રી હતી.

નવાગામ

(હર્ષલ ખંધેડિયા દ્વારા) નવાગામઃ કાલાવડ તાલુકાના નવાગામ, ઉમરાળા, ધુન ધોરાજી, હકુમતી સરવાણીયા સહિતના ગામોમાં વરસાદ પડયો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી આંસિક રાહત મળી હતી. આ વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્‍યા હતા.

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા : કાલે બપોરના ત્રણ વાગ્‍યાથી સાંજના પ વાગ્‍યા સુધી વરસાદ પડેલો હતો જે ૩૭ મી.મી. વરસાદ નોંધાયો છ.ે મોસમનો કુલ વરસાદ ૧પ૦૧ મી.મી. થયેલ છ.ેજયારે તાલુકાના ગામડામાં કોલકી એક તથા ભાયાવદર તથા મોટી પાનેલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

(4:46 pm IST)