Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ઉપલેટામાં ED દ્વારા મોટી કાર્યવાહી: મનદિપ ઇન્ડસ્ટ્રીઝની 16 કરોડની મિલકત કરી જપ્ત

મનદિપ ઇન્ડસ્ટ્રીઝને ઉપલેટામાં ખાદ્ય તેલનો વેપાર : કંપનીએ 47.30 કરોડની કેશ ક્રેડિટ લોન લીધી હતી, જે બાદ 44.64 કરોડની છેતરપિંડી કરી: યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્રારા સીબીઆઇમાં ફરિયાદ કરાઈ હતી

રાજકોટના ઉપલેટામાં ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી  છે.  16 કરોડની મિલકત મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મિલકત ટાંચમાં લીધી.મનદિપ ઇન્ડસ્ટ્રીઝ સામે ED દ્વારા કાર્યવાહી કરાઈ છે.મનદીપ ઈન્ડસ્ટ્રીઝે બેંક પાસેથી 47 કરોડની લોન લીધી હતી જેમાં બેંકની મંજૂરી સિવાય જ 44 કરોડના સ્ટોક ખરીદતા છેતરપિંડી કરવાના આરોપ સાથે ઈડીએ કાર્યવાહી કરી છે.

મનદિપ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટામાં ખાદ્ય તેલનો વેપાર કરે છે. કંપનીએ 47.30 કરોડની કેશ ક્રેડિટ લોન લીધી હતી, જે બાદ 44.64 કરોડની છેતરપિંડી કરી હતી. 2014 થી 2020 દરમિયાન 47.30 કરોડની રોકડ ક્રેડિટની લોન લીધી હતી. જે પૈકી 44.64 કરોડની રોકડ ભરાપાઇ ન કરી હતી અને સ્ટોક પૂર્વ મંજુરી વગર વેંચી નાખવામાં આવ્યો હતો. જે બાદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્રારા સીબીઆઇમાં ફરિયાદ કરવામાં આવી હતી.

CBIએ ગાંધીનગર ખાતે FIRમાં મનદિપ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આશિષ તલાવિયા, કિશોરભાઈ એચ વૈષ્ણવી, રામજીભાઈ એચ ગજેરા, કલ્પેશ તલાવિયા, ભાવેશ એમ. તલાવિયા અને અજાણ્યા જાહેર સેવકો સામે ગુનો નોંધ્યો છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, 2014થી 2020ના સમયગાળા દરમિયાન આરોપીઓએ ષડયંત્રના ભાગરૂપે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને રોકડ ક્રેડિટ અને રૂ. 47.30 કરોડની મુદ્દત લોન સહિત વિવિધ ક્રેડિટ સુવિધાઓ મંજૂર કરવા માટે પ્રેરિત કર્યા હતા.

(10:35 pm IST)