Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદનું વિઘ્ન : ઉના પંથકમાં અડધાથી એક ઇંચ વરસ્યો

ઉના, સૂત્રાપાડાના લોઢવા સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં મેઘરાજાએ રમઝટ બોલાવી

ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે. ઉના, સૂત્રાપાડાના લોઢવા સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ઉનાના અનેક વિસ્તારોમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે

 સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કોડીનારના દરિયા કાંઠે પણ વરસાદના હળવા ઝાપટાં પડ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

(10:33 pm IST)