Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગોહિલવાડ પંથકમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ

ભાવનગરમાં બપોરે એક ઇંચ વરસાદ:ઉમરાળા પાલીતાણા અને વલભીપુરમાં છુટા છવાયો વરસાદ

ભાવનગર શહેરમાં આજે બપોરે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જિલ્લાના ઉમરાળા પાલીતાણા અને વલભીપુરમાં છુટા છવાયો વરસાદ પડ્યો હતો.

ગોહિલવાડ પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ ઉભો થયો હતો. ભાવનગર શહેરમાં આજે બપોરે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરના પશ્ચિમ  વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો.
આજે ભાવનગર શહેરમાં 25 મી.મી. ઉમરાળા માં 7 મી.મી. પાલીતાણા 3 મી.મી .અને વલભીપુરમાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 .0 ડિગ્રી નોંધાયુ હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69% અને પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

 

(8:12 pm IST)