Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગુજરાતભરના હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળના જવાનોના માનદ વેતનમાં વધારો કરો : વિસાવદરના ટિમ ગબ્બરની માંગ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા. ર૬ : ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ.એચ.ગજેરા એડવોકેટ તથા નયનભાઈ જોષી,એડવોકેટ વિસાવદરએ મુખ્યમંત્રી, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી, કાયદા મંત્રી,ગૃહમંત્રી વિગેરેને રજુઆત કરી જણાવેલ છે કે, હોમગાર્ડ તથા જી.આર.ડી.(ગ્રામ રક્ષક દળ)ના કર્મચારીઓએ રાજ્યમાં કોરોના જેવી ગંભીર સમસ્યા વખતે મોતની કે પરિવારની પરવાહ કર્યા વગર એકપણ દિવસ રજા ન લેનારા ઉપરોકત કર્મચારીઓને ફરજના પ્રમાણમાં યોગ્ય વળતર કે પગાર ચુકવવામાં આવતો નથી અનેકવાર રજુઆત કરવા છતાં દુર્લક્ષ સેવવામા આવે છે.લાખો કર્મચારીઓની વહીવટી વ્યવસ્થામાં અન્ય કર્મચારીઓની જેમ જ હોમગાર્ડ - ગ્રામ રક્ષક દળના જવાનોની મહત્વની ભૂમિકા રહેલી છે.વર્તમાન કાળઝાળ મોંઘવારીમા અપુરતા વેતનમાં કર્મચારીઓ કઈ રીતે જીવી શકે કે પરિવારનું ગુજરાન ચલાવે તે મોટો પ્રશ્ન છે.આજ હોદ્દા પર અન્ય રાજ્યોમાં વધુ વેતન મળે છે.છેલ્લા ઘણા વર્ષથી નજીવા વેતનમાં કામ કરતા રાજ્યના હજારો આવા કર્મચારીઓને ન્યાય આપવા ટીમ ગબ્બરે માંગણી કરી છે.

(2:47 pm IST)