Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વંથલી નજીક ટ્રક ટકરાતા રીક્ષા ચાલકનું મૃત્યુ

અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ફરાર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૬ : વંથલી નજીક ટ્રક ટકરાતા રીક્ષા ચાલક ભીખનભાઇ નાજાભાઇ ભારાઇનું મૃત્યુ નિપજ્યુ હતું.

કોયલી ગામનાં મૃતક ભીખનભાઇ તેની જીજે-૬-વાયવાય -૨૩૦૬ નંબરની પીયાગો રીક્ષા હંકારીને વાડલા ફાટક પાસેથી પસાર થતા હતા.

ત્યારે જીજે-૩૮-ટી-૪૭૬૬ નંબરનાં ટ્રકે પીયાગો રીક્ષાને ઠોકર લગાવી હતી. જેના કારણે ભીખનભાઇની રીક્ષા ફંગોળાય જતાં તેમનું માથા તેમજ કપાળનાં ભાગે ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યુ હતું.

અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઇવર નાસી જતા પોલીસ હેડ કોન્સ. બી.કે. મુછાળે તપાસ હાથ ધરી છે.

(1:50 pm IST)