Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અમરેલી જીલ્લામાં વિજળીના ટ્રાન્સફોર્મરો પ્રશ્નનો નિવેડો ન આવે તો આંદોલનઃ વિરજીભાઇ ઠુંમરની ચીમકી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ર૬ : ખેડુતોને ખેતી માટે વિજળીની જરૂરીયાત ઉભી થઇ છે ત્યારે ફરીયાદો આવી રહી છે કે, ટી.સી.બળી ગયું છે. આ બાબતે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે એક નિવેદન કરી જણાવ્યું હતું. કે, ખેડુતોનો પ્રશ્ન આવે ત્યારે જ વિજળીની સમસ્યા કોઇના કોઇ કારણોસર ઉભી કરવામાં આવે છે.તાત્કાલીક બળી ગયેલા ટ્રાન્સફોર્મરોને જો બદલાવવામાં નહી આવે તો ખેડુતોના રોષનો ભોગ પીજીવીસીએલ કંપનીને બનવું પડશે, તો તે અંગે તાત્કાલીક કાળજી લેવામાં આવે, જો કાળજી લેવાશે નહી અને ટી. સી. રીપેર કરવામાં નહી આવે તો પીજીવીસીએલ સામે ખેડુતોને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે અને તેના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી પીજીવીસીએલ અધિકારીઓની રહેશે તેમ વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું.

(1:30 pm IST)