Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મોરબીના લાલપર નજીક ટ્રેન હડફેટે જેન્‍તીભાઇ શેખનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૬ : મોરબી જિલ્લાના લાલપર ગામ નજીક ટ્રેન હેઠળ આવી જતા યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે.

આ અંગે મૃતકના ભાઈ રસિકભાઇ ગોરધનભાઇ શેખએ મોરબી તાલુકા પોલીસને જણાવ્‍યા અનુસાર મૂળ બોટાદ જિલ્લાના ગઢડીયા ગામના વતની અને હાલમાં મિલેનિયમ પેપરમિલ મજુરની ઓરડીમાં રહેતા તેમના મોટાભાઈ જેન્‍તીભાઇ ગોરધનભાઇ શેખનું ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજયું હતું. આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

ટ્રક હડફેટે ઇજા

પ્રવિણભાઇ ઓધવજીભાઇ દેત્રોજાએ પોલીસ ફરીયાદમાં જણાવ્‍યું હતું કે, તેઓ સરદારબાગ સામે પેટ્રોલ પંપ વાળી શેરી લાતી પ્‍લોટ-૧ના નાકા પાસેથી ચાલીને જતા હતા. એ સમયે ટ્રક નં. જીજે૦૩-બીવાય-૫૫૨૫ વાળાના ચાલકે અડફેટે લઇ જમણા પગમાં ઇજા કરી હતી. આ અંગે ટ્રક ચાલાક સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

(1:25 pm IST)