Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રાજુલામાં ખોટી ઓળખ આપી ઠગાઇ આચરનાર ઝડપાયો

રાજુલા તા. ૨૬ : રાજુલા શહેરમાં પોતાનું ખોટુ નામ આપી,પોતે સી.બી.આઇ. ઓફિસર હોવાની ખોટી ઓળખ આપી,ફરિયાદીને વિશ્વાસમાં લઇ, સી.બી.આઇમાં ઓપરેટર તરીકે નોકરી અપાવવાના બહાને  રૂ.૭,૦૦૦/- પડાવી  લઇ,ઠગાઇ  તથા  છેતરપીંડી  કરનાર  પરપ્રાંતિય ઇસમને રાજુલા પોલીસ ટીમે પકડી પાડેલ છે.

રાજુલા,  કુંભારવાડામાં  આરોપીએ  ફરિયાદીને  પોતાનું ખોટું નામ આપી, પોતે સી.બી.આઇ. ઓફિસર હોવાની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી, ફરિયાદીને  વિશ્વાસમાં લઇ, સી.બી.આઇ. વિભાગમાં ઓપરેટર તરીકે નોકરી અપાવવાના  બહાને ફરિયાદી પાસેથી કુલ રૂ.૭,૦૦૦/- પડાવી લઇ, ફરિયાદી સાથે ઠગાઇ તથા છેતરપીંડી કરી, ગુન્હો કરેલ  હોય  જે  અંગે ઇરફાનભાઇ  હેદરભાઇ મન્સુરી, ફરીયાદ આપતા,આરોપી રીશુ કુમાર યુગલ કિશોર પ્રસાદ  રહે.હાલ  રાજુલા  વાળા  વિરૂધ્ધ રાજુલા  પો.સ્ટે,   એ-પાર્ટ  ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૨૦  ૮૩૩/૨૦૨૨ આઇ.પી.સી.  કલમ-૧૭૦,૪૧૭,૪૧૯,૪૨૦  મુજબનો   ગુનો  રજી. થયેલ  હતો. સદર  ગુનાની  આગળની  તપાસ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ., રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા.

જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એ.એમ.દેસાઇનાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ નાઓએ સદર ગુન્હાના આરોપીની શોધખોળ કરી,આરોપી મળી આવતા આરોપીના ઘરે ઝડતી તપાસ કરી,આરોપીના ઘરેથી વોકીટોકી સેટ-૦૧ તથા ખોટા આધાર કાર્ડ,નેમ પ્લેટ વિગેરે કબ્જે કરી(૧) રીશુ કુમાર યુગલ કિશોર -સાદ હાલ રહે.રાજુલા, કુંભારવાડા, સ્ટુડીયો વાળા પંકજભાઇના ઘરે મૂળ રહે.રતનપુર થાના-ભગવાન બજાર જિ.છપરા રાજ્ય-બિહારને વોકીટોકી સેટ-૦૧ તથા ખોટુ આધાર કાર્ડ,નેમ પ્લેટ સાથે પકડેલ છે.

આ કામગીરી  અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક  એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એ.એમ.દેસાઇ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ તથા  દિનેશભાઇ  દયાળભાઇ  મકવાણા એ.એસ.આઇ તથા સર્વેલન્સ  સ્કોડના હેઙ.કોન્સ  ભીખુભાઇ  સોમાતભાઇ  તથા પો.કોન્સ  રોહીતભાઇ  કાળુભાઇ  તથા મિતેશભાઇ  કનુભાઇ તથા  સંજયભાઇ  કનુભાઇ ઘાંઘળ  તથા  ઘનશ્યામભાઇ  હસમુખભાઇ  મહેતા  તથા ભરતસિંહ લાખાભાઇ ગોહીલ અનાર્મ પો.કોન્સનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:24 pm IST)