Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પોરબંદર : સતત વધતી જતી મોંઘવારીનો મુદ્દો ભાજપને કસરત કરાવશે

સબળ વિરોધ પક્ષ કોંગ્રેસ અને અન્‍ય રાજકીય પક્ષોમાં અંદરોઅંદર ખેંચતાણ તથા પક્ષાંતર વધ્‍યુ : રાંધણ ગેસ સહીતના ભાવ વધારાએ ગૃહીણીઓના બજેટ વેરવિખેર કરી નાખ્‍યાઃ ભીતરનું ગણીતમાં ગભરાટ

(હેમેન્‍દ્રકુમાર એમ.પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૬: ગુજરાતના છેલ્લા સતાવીસ વરસથી અને કેન્‍દ્રમાં છેલ્લા એક દશકા આસપાસ ભમજપ શાસનમાં છે. પરંતુ અંદર ખાને સતાધારી પક્ષમાં ગભરાટ જોવા મળે છે વિકાસના કામોનો પેટારો ખોલ્‍યો છે.

મતદારો પ્રબુધ્‍ધ નાગરીકોના મગજમાં ભાજપ સરકાર વિકાસ શીલ માનસ ધરાવે છે  તેવો ભ્રમ ઉભો કરવા માંગે છે. પરંતુ ભાજપ સરકારના શાસકો એમ કેમ ભુલે  છે કે ગુજરાતના ફુટપાથ પરથી છેવાડાના નાગરીકોને પર જીએસટી રાંધણગેસ ભાવ વધારાએ ગૃહસ્‍થી જીવનનો વહેવાર અસ્‍ત વ્‍યસ્‍ત કરી નાખેલ છે. ગૃહીણીનો ખોફ હાલ છુટ્ટો છવાયો જોવા જાણવા મળે છે. પરંતુ જો ગૃહીણીઓ સરખી રીતે પથદર્શક લીડર મળી જાય સંગઠીત થાય તો સતાધારી ભાજપને કસરત કરવી પડે આ કસરતમાં કાંટે કિ ધાર જેવુ પરીણામ આヘર્યજનક પણ આવી શકે તેનો ગભરાટ સતાધારી પક્ષને છે.

બીજી તરફ સતાધારી પક્ષ હાલ મુચ્‍છે તાવ દઇને કહે છે સબળ વિરોધ પક્ષ કોંગ્રેસ અને અન્‍ય રાજકીય પક્ષોમાં અંદરો અંદર ખેંચતાણ અહંમ ટકરાય છે. સીનીયર નેતાઓનું ઉપજતુ કાંઇ નથી. જેથી પક્ષ છોડી પક્ષાંતર કરી રહયા છે. ભાજપનો ખેસ પહેરવા લાગેલ  છે. ભાજપના મોભીઓનો ઘડીભર દાવો સાચો માની લઇએ. પરંતુ અંદર ભીતરનું ગણીત ગભરાટનું છે. ઇ.ડી. આઇ.ટી. સીટી સીબીઆઇ જેવી એજન્‍સીઓની પાછલે બારણે છુટથી ઉપયોગ કરી ગભરાટ ઉભો કરી રહેવાની ચર્ચા છે.

વિધાનસભાની ચુંટણીમાં ચતુેર્થ કોણીયો જંગ જામે તેમ છે. પરંતુ એનસીપી ગમે તે કારણસર આગળ આવવા ઇચ્‍છીત ન હોય કે કોઇ પણ કારણ હોય શકે જેના કારણે નોંધ લેવાતી નથી. ચિત્ર ત્રિપાંખીયા જંગનું ઉપસે છે. સતાધારી ભાજપ પક્ષ સબળ ગણતો વિરોધ પક્ષ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી યાને ‘આપ'નું ચિત્ર છે દિલ્‍હીથી ‘આપ'ના મોભી દિલ્‍હીના મુખ્‍યમંત્રી કેજરીવાલની આવજાવન વધી રહી છે. ગુજરાત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ‘આપ'નો પગપેસારો કરાવી રહી છે. ચુંટણી લડવા પુર્ણ તૈયારી કરી રહેલ છે. એક તબક્કે ગુજરાત વિધાનસભાની ૧૮ર એકસો બ્‍યાસી સીટ પર ઉમેદવાર ઉભા રાખવા જાહેરાત કરેલ છે. કેટલાક ઉમેદવારને આશ્વાસન પણ આપેલ છે. ‘આપ' દેખાવ સારો કરી શકશે. પરંતુ સરકાર રચવા સ્‍પષ્‍ટ બહુમતી મેળવવી મુશ્‍કેલ છે. તેનો દાવો દાવો સરકાર રચવાનો છે. કેટલી ચુંટણી લક્ષી જાહેરાતો પણ મતદારોને પ્રબુધ્‍ધ નાગરીકોને રીઝવવા જાહેરાત કરી છે. જેમાં  શિક્ષણ સ્‍તર ઉંચુ લાવવા, મફત શિક્ષણ ,૩૦૦ ત્રણસો યુનીટ વિજળી મફત જે મુખ્‍ય છે. જે હોય તે પરંતુ સતાધારી ભાજપ પણ કમર કસીને  ટકાવવા માંગે છે.

વર્તમાન સ્‍થિતિ બે સીટ વિધાનસભામાં ધરાવતા એનસીપી શું કરે છે? ઉમેદવાર સંખ્‍યા વધારશે કે જૈસે થે સ્‍થિતિ યાને બે સીટની જ જાળવશે તેમનું ચિત્ર સ્‍પષ્‍ટ થતુ નથી. વિચારીએ તો ગુજરાત વિધાનસભામાં ચતુષકોણીયો જંગ ખેલાય. પરંતુ તે શકયતા ઓછી છે. તેમજ ખાસ વિશેષ નોંધનીય ગુજરાતમાં અમુક વિધાનસભા ક્ષેત્રમાં બહુજન સમાજ પાર્ટી યા માયાવતી સક્રિય છે. પોરબંદર જીલ્લામાં  જે બહુજન પાર્ટી વિધાનસભામાં ઉમેદવાર પોતાના ઉભો રાખે તો પંચકોણીયો જંગ જામી શકે છે. તેમના ચિત્રમાં ગાબડુ પાડવાનુ રહે. જીતવાની શકયતા રહે. પોરબંદરમાં ભાજપ કોંગ્રસ આપ એનસીપી બહુજન પાર્ટી ચિત્રમાં હાલના તબક્કે સંભવીત ગણી શકાય.

(1:16 pm IST)