Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

બાબરા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોર ટુ ડોર કોંગ્રેસ નાગરિક અધિકાર પત્રનું વિતરણ

  બાબરા : તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારામાં ધારાસભ્ય ઠુંમર સાથે રહી ડોર ટુ ડોર કોંગ્રેસ અધિકાર પત્રની વિતરણ કરી આવનારા સમયમાં કોંગ્રેસ ની સરકાર બને તો વિવિધ વચન લોકોને પત્ર મારફત વહેચ્યા હતા.કોંગ્રેસ સમિતિ સહિત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી દ્વારા આગામી ચુંટણી નો વચન રૂપી ઢંઢેરામાં જણાવ્યા મુજબ ભાજપી શાશન માં મોંઘવારી બેરોજગારી અને કાયદો વ્યવસ્થા ની સ્થિતિ ગુજરાત માં વણસી ચુકી છે લુંટ ધાડ હત્યાની સ્થિતિ સહીત ગુજરાત ના દરિયા કિનારા ઉપર થી કરોડોની કીમતના ડ્રગ્સ આવી રહ્યા છે અને ગુજરાત હવે ડોલતું ગુજરાત બન્યું છે ત્યારે આવનારી લોકસભા ધારાસભા માં કોંગ્રેસ ના વિજયની કામના સાથે નાગરિકો ને વચન બધ્ધ પર્ત્યેક વ્યકિત ને ૧૦ લાખના ખર્ચની સારવાર વિના મુલ્યે તમામ દવા ખેડુતોને ત્રણ લાખ સુધી નું દેવું માફ ગુજરાત માં ૧૦ લાખ યુવક યુવતી સરકારી નોકરી સરકારી નોકરી માં કોન્ટ્રાકટ પ્રથા નાબુદ બેરોજગાર યુવાનો ને માસિક ૩૦૦૦ ભથ્થું દુધ ઉત્પાદકો ને પ્રતિ લીટર ૫ રૂપિયા સબસીડી અને રાંધણ ગેસ માત્ર ૫૦૦ રૂપિયા કોરોના કાળ માં મૃત્યુ પામેલાના સ્વજનને ૪ લાખની સહાય વળતર આપવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વચન રૂપી આહવાન થયું હતું. શહેરમાં ડોર ટુ ડોર કોંગ્રેસ આગેવાનો ચંદુભાઈ સાકરીયા બાવાલાલ, હીરપરા ઇકબાલ ગોગદા,  ખીમજીભાઈ મારૂ, મુસાભાઈ પરમાર, જગુભાઈ ખાદા સહિતના જોડાયા હતા.(તસ્વીર-અહેવાલ : દિપક કનૈયા બાબરા)

 

(12:38 pm IST)