Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

દામનગર : સુરતની સ્‍પર્શ હોસ્‍પિટલની હ્‍દયસ્‍પર્શી માનવતા

(વિમલ ઠાકર દ્વારા)દામનગર તા. ૨૫ : સુરતની સ્‍પર્શ હોસ્‍પિટલની હદયસ્‍પર્શી માનવતા સુરત શહેર માં જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત કતારગામ સંસ્‍થાના સભ્‍ય અને સ્‍પર્શ હોસ્‍પિટલ IVF સેન્‍ટર ડો. બ્રિજેશ નારોલા એક સામાન્‍ય ખેડૂત પરિવાર માંથી આવે છે દામનગર ગામ ના વતની છે અને સુરત ને કર્મભૂમિ બનાવી સ્‍પર્શ હોસ્‍પિટલ થી તબીબી વ્‍યવસાય કરે છે તેઓ સંપૂર્ણ વિના મૂલ્‍યે મેજર ઓપરેશન કરી આપી સ્‍પર્શ હોસ્‍પિટલે હદયસ્‍પર્શી માનવતા દર્શાવી. 

બે દિવસ પહેલા એક પરીવાર મોટા વરાછા રોડ પર બેઠો હતો અને ગંભીર સારવાર માટે મદદ મેળવવા યાસિકા કરી રહ્યો હતો તે દરમ્‍યાન ત્‍યાં જય ભગવાન સંસ્‍થાના સભ્‍ય જય વસ્‍તપરા અને વિષ્‍ણુ નારોલા ત્‍યાંથી પસાર થઈ રહ્યા હતા તેવામાં રસ્‍તા પર બેઠેલા દાદા અને દાદીમાં એ બોલાવ્‍યા હતા અને કહ્યું કે દિકરા મારે પેટમાં ગાંઠ  હોવાથી ઓપરેશન કરાવવાનું છે મારી પાસે પૈસા નથી દિકરા ઓપરેશનનો ૪૦,૦૦૦ જેટલો ખર્ચ થાય તેમ છે આજુબાજુમાં કીધું છે જે ખર્ચમાં મદદ કરવા ૨૦૦- ૫૦૦ રૂપિયા જેવી મામુલી રકમ માંગી મદદ કરો ભગવાન તમારું ભલું કરશે તેવા આશીર્વાદ આપી રહ્યા હતા. ઓપરેશન માટે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રોડ ઉપર મામુલી રકમ એકઠી કરતા આ દર્દીએ યોગ્‍ય દિશા નિર્દેશ મળ્‍યો હોય તેમ એ યુવાનો અન્‍ય કોઈ નહિ પણ માનવસેવા કરતી સંસ્‍થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ ના પ્રમુખ વિપુલભાઈ નારોલા હતા અને આ દર્દીની વ્‍યથા કથા સાંભળી ને તુરંત ડો બ્રિજેશ નારોલા ને વાત કરી  વાત સાંભળતા ની સાથે ડો. બ્રિજેશ નારોલાએ ઓપરેશન માટે તુરંત તૈયારી દર્શાવી. જય ભગવાન સંસ્‍થા માં ટ્રસ્‍ટી ડો બ્રિજેશ નારોલા એ દર્દી ને પીડા મુક્‍ત કરતા કહ્યુ કે હું દુનિયા તો નો બદલી શકું પણ આ દર્દી ની દુનિયા જરૂર બદલી શકુ છું. જય ભગવાન ટ્રસ્‍ટ ના યુવાનો તુરંત જ દર્દી ને હોસ્‍પીટલ  લઈ ગયાં અને ઓપરેશન કરવામાં આવ્‍યું હતું.

(12:05 pm IST)