Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

તળાજામાં દોઢ, ગારીયાધારમાં ૧ ઇંચ વરસાદ

રાજકોટમાં પણ કાલે ઝાપટારૂપે ૭ મી.મી. વરસાદ વરસી ગયો : સવારથી સર્વત્ર મિશ્ર હવામાન

રાજકોટ,તા. ૨૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇ કાલે અચાનક હવામાનમાં પલ્‍ટો આવ્‍યો હતો. અને કાલે સાંજનાન સમયે રાજકોટમાં જોરદાર વરસાદ વરસ્‍યો હતો. જે કંટ્રોલરૂમમાં ૭ મી.મી. નોંધાયો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ લાંબા સમયના વિરામ બાદ ભાવનગર જિલ્લાના તળાજા અને ગારીયાધાર પંથકમાં ગઇ મોડી સાંજે વરસાદ પડ્‍યો હતો. તળાજામાં ધોધમાર દોઢ તો ગારીયાધારમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

ગોહિલવાડ પથ્‍થરમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાᅠ એ વિરામ લીધો હતો અને ચોમાસા એ વિદાય લીધી હોય તેવું લોકો માની રહ્યા હતા પરંતુ ગઇ કાલે રવિવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને જિલ્લાના તળાજા અને ગારીયાધાર પંથકમાં વરસાદ તૂટી પડ્‍યો હતો.

ભાવનગર જિલ્લાના તળાજામાં ૩૫ મી.મી.અને ગારીયાધાર માં ૨૫ મી.મી.અને જેસરમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં મોડી સાંજ થી ઠંડો પવન ફૂંકાયો હતો પરંતું વરસાદ પડ્‍યો ન હતો.ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૩.૭ ડીગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૨ ડીગ્રી નોંધાયું હતું જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯% અને પવનની ઝડપ ૨૬ કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(11:59 am IST)