Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ભાવનગરમાં ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રી બાસ્‍કેટબોલ રમ્‍યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃવડાપ્રધાનશ્રીની મુલાકાત સંદર્ભે રોડ- શો અને જવાહર મેદાન ખાતે તૈયારીઓનું નીરિક્ષણ કર્યાં બાદ ગૃહ રાજય મંત્રી હર્ષભાઇ સંઘવી અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ સીદસર સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે બાસ્‍કેટ બોલ કોર્ટ પર જઇને બાસ્‍કેટ બોલની નેટમાં ગોલ કરીને ખેલાડીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. પદાધિકારીઓ સાથે જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ એવાં કલેક્‍ટર યોગેશ નિરગુડે, આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, આર.સી.એમ. અજય દહિંયા, એસ.પી. ડો. રવિન્‍દ્ર પટેલ સહિતના અધિકારીઓએ બાસ્‍કેટ બોલનો ગોલ કરીને પોતાની રમત ક્ષમતાનો પરિચય કરાવ્‍યો હતો. પદાધિકારીઓ અને અધિકારીઓના આ પ્રયત્‍નને ખેલાડીઓએ તાળીઓથી વધાવી લીધો હતો.

(11:07 am IST)