Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ કલ્‍યાણકા મહેતા - ભટ્ટ પરિવાર માટે કલાપ્રતિભાને પ્રોત્‍સાહિત કરવા સાંસ્‍કૃતિક કાર્યક્રમ

શ્રી કલ્‍યાણી માતા સેવા સમિતિ દ્વારા દિવાળી બાદ ૩૦ ઓક્‍ટોબરે યજ્ઞકાર્ય અને સ્‍નેહમિલન

રાજકોટ તા.૨૬: શ્રી સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ કલ્‍યાણકા મહેતા ભટ્ટ પરિવારના કરિયાણા તા.બાબરા જિ.અમરેલીમા બિરાજમાન કુળદેવી મા કલ્‍યાણી માતાજી સન્‍મુખ દર વર્ષે દિવાળી પછી લાભપાંચમ બાદ યજ્ઞકાર્ય .સ્‍નેહમિલન યોજાય છે. શ્રી કલ્‍યાણી માતા સેવા સમિતિ દ્વારા દિવાળી બાદ તા. ૩૦-૧૦-૨૦૨૨ નારોજ યજ્ઞકાર્ય અને સ્‍નેહમિલન આયોજિત કરવામાં આવ્‍યું છે.

તેની પૂર્વસંધ્‍યાએ તા..૨૯-૧૦-૨૦૨૨ ના રોજ ફકત કલ્‍યાણકા મહેતા ભટ્ટ પરિવારના જ પરિવારજનો માટે તેમની કલાપ્રતિભાને પ્રોત્‍સાહિત કરવા સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન વિચારાધીન છે.જેમાં કાર્યક્રમ બે ભાગમાં કરવો સાંજે ચારથી સાત અને દોઢ કલાક ભોજન વિરામ બાદ સાડા આઠથી ફરી મોજ આવે ત્‍યાં સુધી યોજાશે. કાર્યક્રમ માટે વિશાળ જગ્‍યાની વ્‍યવસ્‍થા છે.તેમજ ભાગ લેનાર માટે રોકાણની સંપૂર્ણ વ્‍યવસ્‍થા છે. સાહિત્‍ય ,લોકસાહિત્‍ય , સંગીત , ગાયકી , નૃત્‍ય , રાસ ગરબા ,મિમિક્રી ,વિશેષ કલા પ્રસ્‍તુતિ , સુગમ સંગીત વગેરે તમામ ઉંમરના ને રસ પડે તેવી કૃતિઓ આવકાર્ય છે.પરિવારનો કાર્યક્રમ અને પરિવારજનો દ્વારાજ સંચાલિત હોય ગૂણવતાસભર ..કાયમી મધુર સ્‍મૃતિ રહે તે મુજબ સહું સાથે મળીને આનંદ કરીશુ.

ᅠ ᅠ ᅠપ્રાથમિક નિવેદન જાહેર કર્યા પછી સહૂનો ઉમળકો - પ્રતિભાવ મળેલ છે.જે ધ્‍યાને લઈ હવે કાર્યક્રમને આખરી ઓપ આપવાની કાર્યવાહી શરૂ છે.આપ જેમાં ભાગ લેવા ઈચ્‍છતા હો તે બાબતે ટુંક પરિચય અને જેમાં ભાગ લ્‍યો છો તે અંગેની વિગત આપવી. જરૂર જણાયે કાર્યક્રમ પૂરતું whattsaap ગ્રૂપ બનાવી તેમાં ફોલોઅપ લઈશું. કાર્યક્રમનું સંકલન હાલ પૂરતું સમિતિ વતી પરેશ મહેતા (અમરેલી) કરશે.આ અંગેની આપની ભાગ લેવા અંગેની જાણ તેમજ આપની કલા અંગે તેમની સાથે whattsaap મારફત કરવી.જરૂર જણાયે વિશેષ માહિતી માટે તેઓ સામેથી સંપર્ક કરશે. અગાઉ જેમને કાર્યક્રમમાં ભાગ લેવા માટે જાણ કરી છે તેઓ ફરીથી પરેશ મહેતા અમરેલીના ૯૭૨૩૫ ૩૮૯૫૭ whattsaap નંબર પર યાદી આપે.

તેમ કલ્‍યાણી માતા સેવા સમિતિ દ્વારા જણાવાયું છે.

 

(10:39 am IST)