Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબીમાં ભરબપોરે કડાકા અને ભડાકા સાથે વરસાદ શરુ : સામાકાંઠે બજરંગ હોલ પર વીજળી પડી : જાનહાની નહિ

શહેરના અનેક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો: સાવસર પ્લોટ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ અને સામાકાંઠે કલેકટર કચેરી સહિતના વિસ્તારમાં વરસાદ: ઘૂટું, લાલપર, મહેન્દ્રનગર પંથકમાં વરસાદ વરસ્યો

મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે સવારથી વરસાદી માહોલ બાદ બપોરે વીજળીના કડાકા અને ભડાકા તેમજ ભારે મેઘગર્જના સાથે વરસાદનો પ્રારંભ થયો હતો બપોરના સુમારે વરસાદ શરુ થતા જ શહેરના અનેક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો મોરબી શહેર ઉપરાંત ઘૂટું, લાલપર, મહેન્દ્રનગર પંથકમાં વરસાદ વરસ્યો હતો તો મોરબી શહેરમાં સાવસર પ્લોટ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ અને સામાકાંઠે કલેકટર કચેરી સહિતના વિસ્તારમાં વરસાદ શરુ થયો હતો

મોરબીના બજરંગ હોલ પર વીજળી પડી, જાનહાની નહિ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બજરંગ હોલ પર વીજળી પડી હતી સામાકાંઠે નિત્યાનંદ સોસાયટી નજીકના વિસ્તારમાં આવેલ બજરંગ હોલ નામના બિલ્ડીંગ પર વીજળી પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી જોકે ગાજવીજ સાથે વરસાદ અને સામાકાંઠા વિસ્તારમાં વીજળી ખાબકતા સ્થાનીકોમાં ભય જોવા મળ્યો હતો.

(6:00 pm IST)