Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

હળવદ માર્કેટિંગ યાર્ડમાં પ્રાકૃતિક કૃષિ શિબિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ.

શિબિરમાં રાજ્યપાલે સંબોધન કરીને પરંપરાગત પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખેડૂતોને સમજાવ્યું અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન સારું મળતું હોવાનું જણાવી પ્રેરણા પૂરી પાડી

મોરબી :  ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે હળવદ માર્કેટિંગ યાર્ડમાં પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે જેઠાભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રણછોડભાઈ પાટલે, મહંત દલસુખ રામાબાપુ, પ્રભુદાસબાપુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

રાજ્યપાલની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન (ગુજરાત રાજ્ય) અને શ્રી નંદનવન નર્મદા સિંચાઈ સહકારી મંડળી વેગડવાવ, તાલુકો હળવદ દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે શિબિરમાં રાજ્યપાલે સંબોધન કરીને પરંપરાગત પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખેડૂતોને સમજાવ્યું હતું અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન સારું મળતું હોવાનું જણાવી પ્રેરણા પૂરી પાડી હતી.

(5:52 pm IST)