Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબી જિલ્લાના ૧૩૨ કિલોમીટરથી વધુ રસ્તાનું ધોવાણ : અંદાજે ૧૦ કરોડનું નુક્સાન.

માર્ગ અને મકાન વિભાગના અંદાજે ૫૦ કિમિ અને પંચાયત વિભાગના ૮૩ કિમી માર્ગોનું ધોવાણ.

 મોરબી શહેર અને જિલ્લો મળી ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ૧૩૦ કિલોમીટરથી વધુ રસ્તાનું ધોવાણ થયું છે ઉપરાંત એક પુલનો સફાયો થઈ જતા કુલ મળી વરસાદના કારણે આ વર્ષે અંદાજે દસેક કરોડ જેટલું નુકશાન થયાનો અંદાજ સેવાઇ રહ્યો છે.

મોરબી જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમિયાન હજુ જોઈએ તેટલા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી આમ છતાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય સરકાર તેમજ જિલ્લા પંચાયત વિભાગના માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ છે. મોરબી જિલ્લા પંચાયત વિભાગ હસ્તક આવેલા માર્ગો પૈકી ૮૩ કિલોમીટરથી વધુ રસ્તાઓની ધોવાણ થઈ જતા સાડાચાર કરોડઘી વધુની નુક્શાનીનો અંદાજ તંત્ર દ્વારા સેવવામાં આવ્યો છે ઉપરાંત વાંકાનેરના વસુંધરા ગામને જોડતો પુલ ધબાય નમઃ થતા ૨૫ લાખ મળી પાંચેક કરોડના નુકશાનનો અંદાજ સેવવામાં આવ્યો છે.
વધુમાં મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તક હાલમાં ૫૦૦ કિમીથી વધુ રસ્તાઓ છે જે પૈકી ટંકારા લતિપર, મોરબી – જેતપર, નાની વાવડી – બગથળા, લજાઈ – હડમતીયા, મિતાણા – નેકનામ અને માળીયા – પીપળીયા આમરણને જોડતા માર્ગને વ્યાપક નુકશાન પહોંચતા અંદાજે ચારેક કરોડ રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.

(5:49 pm IST)