Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

જીએસટી ટીમના મોરબીમાં દરોડા, સરતનપર રોડ પર વીટ્રીફાઈડ યુનિટમાં તપાસ શરુ

મોરબી : રાજકોટ સેન્ટ્રલ જી.એસ.ટી. હેડકવાર્ટરની ટીમ દ્વારા શનિવારે બપોર બાદ મોરબીના સરતનપર રોડ પર આવેલ એક વીટ્રીફાઈડ ટાઈલ્સના યુનિટ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી ડોકયુમેન્ટ,સ્ટોક અને ખરીદ-વેચાણના વ્યવહારોની ચકાસણી કરવામા આવી રહી છે.
પ્રિવેન્ટીવ સુપ્રિ.મૂકેશ શર્મા,જે.ડી. પરમાર,કે.કે.શેઠ અને નીશીત બુધ્ધદેવ સહિતના સ્ટાફ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી અને યુનિટમાંથી ડોકયુમેન્ટ,સ્ટોક અને અન્ય વ્યવહારોની ચકાસણી હાથ ધરી હતી.લાંબાસમય બાદ એકાએક સેન્ટ્રલ જી.એસ.ટી.ની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામા આવતા મોરબીના ટ્રેડમાં ખળભળાટ મચી ગયો છે. હાલમાં વીટ્રીફાઈડ ટાઈલ્સના યુનિટમાં કાર્યવાહી ચાલુ હોવાથી કેટલાની જીએસટી ચોરી ઝડપાઈ કે ઝડપાશે તે અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે તેવી માહિતી સુત્રોમાંથી મળી હતી.

(10:44 am IST)