Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે સિરામિક કારખાનાની સીડી પરથી પડી બાળકીનું મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે સિરામિક કારખાનાની સીડી પરથી પડી જતા ૯ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના ઉંચી માંડલ ગામેં રહેતા ભરતભાઈ કોળીની ૯ વર્ષની દીકરી મીતલ સિરામિક કારખાનાની સીડી પરથી પડી જતા તેને સારવાર મતે અમદવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હોય જ્યાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું તો બનાવને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે આ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(10:40 am IST)