Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

પોરબંદર પોલીસનો સપાટો : રાણાવાવ બાયપાસ રોડ ઉપરથી બાઇક લઇને પસાર થતા ૪ શખ્‍સોની શંકાના આધારે પુછપરછ : ચોરાઉ બાઇક સાથે ધરપકડ : પુછપરછ થતા કુલ ૧૩ બાઇક ચોર્યાની કબુલાત

પોરબંદર : પોરબંદર પોલીસે સપાટો બોલાવ્‍યા છે. રાણાવાવ બાયપાસ રોડ ઉપર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ચાર શખ્‍સોને શંકાના આધારે પુછપરછ કરતા તેઓ ચોરાઉ બાઇક લઇને નિકળ્‍યા હોવાનું જાણાતા તેઓની ધરપકડક રાઇ હતી. અને વધુ પુછપરછ કરતા અગાઉ ૧ર બાઇકની ચોરી કરેલ છે જે પોલીસે કબજે કરતા કુલ ૧૩ બાઇક પોલીસે કબ્‍જે લીધેલ છે.

આ અંગેની વિગત જોઇએ તો એલસીબીઆઇ એમ. એન. દવેની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પી.એસઆર એન. એમ.ગઢવીનાઓ એલ.સી.બી.સ્‍ટાફ સાથે પેટ્રોલિંગમા હતા તે દરમિયાન પીએસઆઇ એન. એમ. ગઢવી હેડ કોન્‍સ્‍ટેબલ ગોવિંદ મકવાણા કોન્‍સ્‍ટેબલ દિલીપભાઇ મોઢવાડીયા નાઓને સંયુકત રીતે બાતમી રાહે હકિકત મળેલ કે, ચોરી કરેલ મોટર સાયકલ લઇને બે ઇસમો કુતિયાણા બાજુથી રાણાવાવ તરફ આવે છે. જે હકિકત આધારે રાણાવાવ બાયપાસ રોડ ઉપર વોચમાં હતાં દરમિયાન બે ઇસમો (૧) નાનજી ઉર્ફે સગર ઉર્ફે બાબુ ભીમાભાઇ સોલંકી, ઉ.વ.૩ર રહે. કાજાવદરી ગામ, તા. રાણાવાવ તથા નં. (ર) સંતોષ ઉર્ફે ગોપાલ જગદીશભાઇ પાલા (ઉ.વ.ર૦) રહે. કોઠારીયા મેઇન રોડ, રાજકોટવાળાઓ આવતા જેના ઉપર શંકા જતા મો.સા. રોકી ચેક કરતા કાળા કલરનું હિરો સ્‍પ્‍લેન્‍ડર પ્‍લ્‍સ નંબર પ્‍લેટ વગરનું હોય જે મો.સા. ઉપર શંકા જતા ઇગુજકોપ મોબાઇલ પોકેટકોપમાં એન્‍જીન નંબર તથા ચેસીસ નંબર સર્ચ કરતા સદરહું મોટર સાયકલ રાણાવાવ પો. સ્‍ટે. ગુ.ર.નં. આઇ.પી.સી. કલમ -૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ હોવાનું જણાઇ આવતાં મજકુર ઇસમોની ટેકનીકલ માધ્‍યમથી તથા આગવી ઢબે ઉંડાણ પૂર્વક પુછપરછ કરતા બન્ને ઇસમોએ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્‍તારમાંથી બીજા પણ ૧ર જેટલા મોટર સાયકલોની ચોરી કરીને રાણાવાવ વિસ્‍તારમાં રહેતા (૧) અમીત દિલીપભાઇ કારેણા તથા (ર) રાજુ બાબુભાઇ ખૂંટીને વેચાણ માટે આપેલ હતા આ ચારેય સભ્‍યો પાસેથી ૧૩ ચોરાઉ બાઇક કબજે કર્યા છે. જેમાં બાઇક ચોરીમાં રાણાવવામાંથી એક તથા રાજકોટમાંથી ૧ર બાઇક ચોરીનો સમાવેશ થાય છે.

(9:18 pm IST)
  • ખાનગી શાળાઓનો ફીનો મુદ્દો હજુ અદ્ધરતાલ : વાલી મંડળે ૫૦%ની માંગણી કરી : શિક્ષણમંત્રીએ ૨૫%ની ફી માફીની દરખાસ્ત કરી : ફરી ૨૯મીએ શિક્ષણમંત્રી સાથે વાલીમંડળની બેઠક મળશે access_time 4:06 pm IST

  • ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ૪૫% નવા ચહેરાઓ : નવી ટીમની જાહેરાત કરી રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા રાષ્ટ્રીય ભાજપની નવી ટીમની અત્યારે બપોરે ૩:૧૫ પછી જાહેરાત કરી રહ્યા છે જેમાં ૪૫ ટકા નવા ચહેરાઓ છે : જે.પી. નડ્ડાએ સમગ્ર ટીમમાં આમુલ ફેરફારો કર્યા છે : વિગતો જાહેર થઈ રહી છે (ન્યુઝફર્સ્ટ) access_time 3:11 pm IST

  • ચીનની હુઆવે રિસર્ચ લેબોરેટરીમાં ભીષણ આગ : લેબોરેટરી બિલ્ડિંગમાંથી નીકળતા ધુમાડાના ગોટાઓ આકાશને આંબ્યાં : અનેક ફાયર બ્રિગેડ આગ બુઝાવવાની કામગીરીમાં : 3 મોત : આગના કારણ અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી access_time 1:08 pm IST