Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

પોરબંદર કોળીવાડ વિસ્તારમાંથી ક્રિકેટનો સટૃો પકડી પાડતી કમલાબાગ પોલીસ : ત્રણ આરોપીઓ ઝડપાયા

મોબાઈલ ફોન-5,એલઇડી કલર ટીવી ,ટાટા સ્કાય સેટ ટોપ બોક્સ, લેપટોપ સહિતનો મુદામાલ જપ્ત

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક‌ જે.સી.કોઠીયાના સુચના મુજબ પોરબંદર જીલ્લા માંથી આઇ.પી.એલ ક્રિકેટ લાઇવ મેચ ઉપર રમાતો ક્રિકેટ સટૃો નાબુદ કરવા માટે આપેલ સુચના અન્વયે તથા  પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના પો.સબ.ઈન્સ એચ.એન.ચુડાસમા તથા સર્વલન્સ સ્કવોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા

 દરમ્યાન પો.હેડ કોન્સ ભરતસિંહ તથા પો.કોન્સ વિરેન્દ્રસીંહ ને બાતમીરાહે હકીકત મળેલ કે, પોરબંદર રામધુન મંદીર સામે રાજેશ હાજાભાઇ મારૂ પોતાની કન્ટ્રકશનની ઓફીસના ઉપરના માળે આવેલ રૂમમાં ટીવી ઉપર ઇન્ડીયન પ્રીમીયમ લીગ -૨૦૨૦ ની ૨૦-૨૦ ક્રિકેટ લાઇવ મેચ ઉપર બહાર થી માણસો બોલાવી પૈસા વડે રન ફેરનો જુગાર રમાડે છે. જે બાતમી આધારે સદર જગ્યાએ રેઇડ કરતા કૂલ ત્રણ ઇસમો ટી.વી. ઉપર ઇન્ડીયન પ્રીમીયમ લીગ-૨૦૨૦ ની ૨૦-૨૦ KXIP V/S RCB ટીમની  લાઇવ ક્રિકેટ મેચ ઉપર રન ફેરનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂા.૨૨૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૩૭૦૦૦ તથા સેમસંગ કંપનીનુ એલ.ઇ.ડી  કલર ટી.વી.-૧, તથા ટાટા સ્કાય  સેટ ટોપ બોકસ-૧ , લેપટોપ-૧ , જી.ટી.પી.એલનુ રાઉન્ટર વિગેરે મળી કૂલ કિ.રૂ.૯૦.૫૦૦ નાં મુદામાલ સાથે મળી આવતા તેઓની સામે જુગારધારા કલમ-૪-૫ મુજબનો ગુન્હો રજી. કરાવેલછે

 આરોપી  (૧) રાજેશ હાજાભાઇ મારૂ ઉવ.૪૦ રહે. ગાયત્રી મંદીર સામે રવીપાર્ક મારૂતી પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧,પોરબંદર (૨) રીતેશ વિજયભાઇ લોઢારી ઉવ.૪૦ રહે. ભદ્રકાલી મંદીર પાસે શેરી નં.૨ લીમડા ચોક પાસે પોરબંદર (૩) મનોજ ભીમજીભાઇ ટોડરમલ ઉવ.૩૭ રહે. લીમડા ચોક દક્ષ હોસ્પિટલ સામેની ગલીમાં પોરબંદરને ઝડપી લેવાયા છે

  આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એન.એન.રબારી તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. એચ.એન.ચુડાસમા તથા એ.એસ.આઇ. વી.એસ.આગઠ , પો.હેડ.કોન્સ જીણાભાઇ, ભરતસિંહ તથા પો.કોન્સ. વિજયભાઇ , ભીમશીભાઇ , કનકસિંહ, વિરેન્દ્રસીંહ , અક્ષયભાઇ , ભીખુભા , વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

(8:23 pm IST)
  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST

  • દિલ્હીના 2 કરોડ નાગરિકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ : હવેથી 24 કલાક પાણી મળશે : પાણી વિતરણ માટે બાબા આદમના વખતની ટેક્નોલોજીના સ્થાને અદ્યતન ટેક્નોલોજી અમલી બનાવાશે : પાણીની પાઈપ લાઈન ખોલવા માટે હેન્ડલ ઘુમાવવાને બદલે સેન્ટ્રલાઈઝડ સિસ્ટમ લાગુ કરાશે : કર્મચારી ઓફિસમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામગીરી સંભાળશે access_time 12:35 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST